વડોદરાપતંગના દોરાને પગલે બે થી ત્રણ યુવાનોએ (Compassion campaign) જીવ ગુમાવ્યો છે. બીજી તરફ પતંગના દોરાથી અનેક પક્ષીઓ દર વર્ષે પોતાનો જીવ ગુમાવતાં હોય છે. વન વિભાગ દ્વારા પક્ષીઓની (Vadodara in Uttarayana) માવજત, સારવાર અને બચાવ કામગીરી માટે દર વર્ષે કેમ્પનું આયોજન કરાય છે. આ વર્ષે પણ 45 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10મી તારીખથી 23મી તારીખ સુધી 500 જેટલા વોલિએન્ટિયર્સ ફરજ બજાવશે. 15 તબીબોની ટીમ ઉત્તરાયણના 3 દિવસ કાર્યરત રહેશે.
ગત વર્ષે 1300 પક્ષીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
સહાયક ભૂમિકાઝૂઓલોજી વિભાગના 10 જેટલા સ્ટુડન્ટ પણ કેમ્પમાં સહાયક ભૂમિકા ભજવશે. ગત વર્ષે 1300 પક્ષીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા કારેલીબાગ વન્ય જીવન સુરક્ષા કેન્દ્ર ખાતે એક નવું ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવ્યું છે.ગત વર્ષે વસાવેલા એક્સ રે મશીનથી પણ એડવાન્સ એક ઓપરેશન માટે સહાયક મશીન પણ એનજીઓ દ્વારા પ્રાપ્ત થયું છે. ઉત્તરાયણમાં પક્ષીઓને ચણ ન નાખવી જોઈએ એવું વન વિભાગનું માનવું છે.ઓછાં પક્ષીઓનો જીવ જાય તેવો પ્રયત્ન કરાશે.