વડોદરા: વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં જલાશ્રય બંગ્લોઝમાં રહેતા અને GACL માં એચઆર ઓફિસર તરીકે ફરજ બજાવતા હર્ષ સલૂજા આજે સોની ટીવી શો કોન બનેગા કરોડપતિ ના એપિસોડમાં દેખાશે. તેઓ દ્વારા છેલ્લા સાત -આઠ વર્ષથી kbc માં જવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને બે વાર ઓડિશન માટે પણ બોલાવવામાં આવ્યા હતા છતાં સિલેક્ટ નોહતા થયા આખરે 14માં કેબીસી સિઝન શોમાં સિલેકશન થતા આજે કેબીસી હોટ સીટ પર દેસખાશે.
વડોદરા શહેરના HR પ્રોફેશનલ કેબીસીની હોટ સીટ પર - Vadodara
હર્ષ સલૂજા એ જણાવ્યું હતું કે સતત પ્રયત્ન અને 2 વાર ઓડિશન થયા છતાં મોકો નોહતો મળ્યો પરંતુ ફરી એક વાર પ્રયત્ન કરી કોન બનેગા કરોડપતિ શો માં હોટસીટ પર બેસવાનું મારુ સપનું પૂરું થયું છે. મેં BE કોમ્પ્યૂટ સાયન્સ અને MBA HR નો અભ્યાસ કર્યો છે. હોટ સીટ પર જ્યારે હું બેઠો અને મેં અમિતાભ બચ્ચનને જોયા ત્યારે નર્વસ થઈ ગયો હતો અને મને જે સવાલ આવડતો હતો તે સવાલનો જવાબ આપવા માટે પણ મેં લાઈફ લાઈન નો ઉપયોગ કરી નાખ્યો હતો.
સતત પ્રયત્નથી સફળતા:હર્ષ સલૂજા એ જણાવ્યું હતું કે સતત પ્રયત્ન અને 2 વાર ઓડિશન થયા છતાં મોકો નોહતો મળ્યો પરંતુ ફરી એક વાર પ્રયત્ન કરી કોન બનેગા કરોડપતિ શો માં હોટસીટ પર બેસવાનું મારુ સપનું પૂરું થયું છે. મેં BE કોમ્પ્યૂટ સાયન્સ અને MBA HR નો અભ્યાસ કર્યો છે. હોટ સીટ પર જ્યારે હું બેઠો અને મેં અમિતાભ બચ્ચનને જોયા ત્યારે નર્વસ થઈ ગયો હતો અને મને જે સવાલ આવડતો હતો તે સવાલનો જવાબ આપવા માટે પણ મેં લાઈફ લાઈન નો ઉપયોગ કરી નાખ્યો હતો. આજે પ્રસારિત થનારા આ એપિસોડમાં હર્ષ સલૂજા પોતાના પરિવારમાં પત્ની રીતુ સલૂજા અને માતા પિતા ના સહયોગથી હું ત્યાં પોહચ્યો છું તેમ જણાવ્યું હતું. મારુ સિલેકશન 400 માંથી થયું હતું.
અમિતાભ બચ્ચનને મળવું મારુ સ્વપ્નું:મારો હેતુ પૈસા કમાવવાનો નોહતો પરંતુ બૉલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચન ને મળવાનો અતિરેક હતો. તેઓએ જણાવ્યું કે વારંવાર પ્રયત્નો કરવા જોઈએ ક્યારે ક તો આપણને મોકો મળે જ છે. આઆ 14માં કેબીસી શો માં મારુ પર્ફોમ આપવાનો પૂરો પ્રયત્ન કર્યો છે આ શો ના સેટ પરની એક એક ક્ષણ મારા માટે ખૂબ મહત્વની બની છે.
TAGGED:
Vadodara