વડોદરા આત્મીય યુવા સંગઠન દ્વારા સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો - આત્મીય યુવા સંગઠન
વડોદરા: જિલ્લાના ડભોઈ ખાતે આત્મીય યુવા સંગઠન દ્વારા યુવાઓમાં સામાજિક કુરીવાજો અને વ્યસન મુક્તીની જનજાગૃતતા અને ગુજરાતના વિશેષ વ્યક્તિઓનું સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોખડા સ્વામિનારાયણના શ્રીજીચરણ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા ડભોઇ રોડ પર ભીલાપુર ઢાધર નદી કિનારે આત્મીય યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ કિશોરભાઈ, પાટણવાડિયા દ્વારા સમાઝ અને યુવાઓમાં પ્રર્વતીત કુરીવાજો અને વ્યસનની મુક્તિ માટે જનજાગૃતિના શુભસંદેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વડોદરા જિલ્લા અને ગુજરાતભરના વિવિધ પ્રતિભા ધરાવતાં રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ગુજરાતી ફિલ્મસ્ટાર ગાયક અને પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ અને સોશિયલ ગ્રુપના કલાકારોએ હાજરજનોને પોતાના પર્ફોરમન્સથી મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે સોખડા સ્વામિનારાયણ સંત શ્રીજીચરણસ્વામી ધારાસભ્ય શૈલેષ સોટ્ટા,અને નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.