વડોદરાઃ શહેરમાં તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ મહા શિવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી કરવા તંત્ર કામે લાગ્યું છે. રાજ્ય કક્ષાના મંત્રી સહિત પાલિકાના પદાધિકારીઓએ સુરસાગર તળાવની ચાલતી બ્યુટીફીકેશન કામગીરીની મુલાકાત લીધી હતી. આગામી તારીખ 31મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીએ શિવોત્સવ પરિવાર દ્વારા શિવજીકી સવારી અને વિવિધ સ્થળે શિવોત્સવ કાર્યક્રમો યોજાશે. જે માટેની તૈયારીઓ આરંભી દેવાઈ છે.
ગૃહપ્રધાન અમિત શાહ 21મીએ વડોદરાની મુલાકાતે, સુરસાગર તળાવનું કરશે લોકાર્પણ - Vadodara news
આગામી 21મીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વડોદરાના હાર્દ સમા સુરસાગર તળાવનું લોકાર્પણ કરશે અને મહાશિવરાત્રીની કરવામાં આવનાર ભવ્ય ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. જેના ભાગરૂપે આજે, રાજય પ્રધાન યોગેશ પટેલ સહિત પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ સુરસાગર તળાવ ખાતે મુલાકાત લઈ ચાલતી બ્યુટીફીકેશનની કામગીરીની સમીક્ષા કરી હતી.
સાંસદ રંજનબેન ભટ્ટની સાથે રાજ્ય કક્ષાના પ્રધાન યોગેશ પટેલ સહિતના શિવોત્સવ પરિવાર સમિતિના સભ્યો દિલ્હી ખાતે પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મહાશિવરાત્રીના વડોદરામાં આયોજીત કાર્યક્રમમાં પધારવા આમંત્રણ અપાયું હતું. આ પછી વડાપ્રધાન નારેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જ્યારે બુધવારના રોજ રાજ્ય પ્રધાન યોગેશ પટેલ, મેયર ડો, જીગીષાબેન શેઠ, સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીષ પટેલ તેમજ મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે, સુરસાગર તળાવની ચાલી રહેલ બ્યુટીફીકેશનની કામગીરીની સમીક્ષા કરી હતી.
આ કામગીરી પૂર્ણતાને આરે હોઈ આગામી 21મી મહાશિવરાત્રીએ શહેરના હાર્દ સમા સુરસાગર તળાવનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરી નગરજનોને એક નવું નજરાણું સુપ્રત કરવામાં આવશે. તે પ્રકારે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.