વડોદરા: રાજેશ પરમાર પોતે દિવ્યાંગ છે અને વડોદરામાં રહે છે. જ્યારે તે થ્રિ વ્હીલર મોપેડ પર માતા સવિતાબેનને સારવાર હેતુ હોસ્પિટલ લઈને જતા હતા. ત્યારે નીલાંબર સર્કલ પાસે કાર સાથે અકસ્માત થયો હતો. આ ઘટનામાં રાજેશભાઇના માતાનું ટૂંકી સારવાર બાદ મૃત્યું થયું છે. આ આખી ઘટનાના સીસીટીવી મળી આવતા કાર ચાલક સામે રીતસરની ફરિયાદ થઈ છે.
ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ:ગોત્રી પોલીસ સ્ટેશનમાં કનુભાઈ ગોવિંદભાઈ પરમારએ ફરિયાદ નોંધાવી હતી. કનુભાઈના ભાઈ રાજેશ તેઓ પોતે દિવ્યાંગ છે. અને તેમના થ્રિ વ્હીલર મોપેડ પર માતા સવિતાબેન પરમારને લઈને તેઓની સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા. દરમિયાન ગોત્રી વિસ્તારન નીલાંબર સર્કલ પાસે એકાએક કારે મોપેડને પાછળથી ટક્કર મારતા તેઓની માતા સાથે ફંગોળાયા હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ માતા અને પુત્રને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ ગંભીર ઇજાઓના કારણે સવિતાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.
આ પણ વાંચો Vadodara News: ચૈત્રી નવરાત્રી-રમઝાનના ઉપવાસીઓ માઠા વાવડ, ફળમાં ભાવવધારો થયો