ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhimnath Mahadev: પાંડવો અજ્ઞાતવાસમાં આ સ્થળે આવેલા, શું છે તેની પાછળની કથા જાણો

વડોદરામાં આવેલ નવ નાથ મંદિર પૈકીનું એક ભીમનાથ મહાદેવનું મંદિર ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક માનવામાં આવે છે. લોકવાયકા છે કે આ મંદિરમાં શિવલિંગ ભીમની ગદા દ્વારા પ્રગટ થયેલ છે. જાણીએ તેની પાછળની રોચક કથા.

પાંડવો અજ્ઞાત વાસમાં
પાંડવો અજ્ઞાત વાસમાં

By

Published : Feb 6, 2023, 5:02 AM IST

વડોદરામાં આવેલ નવ નાથ મંદિર પૈકીનું એક ભીમનાથ મહાદેવનું મંદિર

વડોદરા શહેર એ સંસ્કારી નગરી, કલા નગરી સાથે ઐતિહાસિક નગરી તરીકે પણ જાણીતું છે. કારણ કે આ શહેર ઐતિહાસિક સ્થળો સાથે સંકળાયેલ શહેર છે. વડોદરામાં આવેલ નવનાથ મહાદેવ માટે શહેર પ્રસિદ્ધ માનવામાં આવે છે. આ નવ નાથ મંદિર પૈકીનું એક ભીમનાથ મહાદેવનું મંદિર ખુબજ પૌરાણિક અને ઐતિહાસિક માનવામાં આવે છે.

શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે

ભીમની ગદા દ્વારા પ્રગટ થયેલ શિવલિંગ:ભીમની ગદા દ્વારા પ્રગટ થયેલ શિવલિંગ આ મંદિર ભીમનાથ મહાદેવ તરીકે વિખ્યાત થયું છે. ભીમનાથ મહાદેવ અંગે ETV BHARAT દ્વારા આ મંદિરમાં પહોંચી આ મંદિરનું નામ કઈ રીતે પડ્યું અને તેની સાથે સંકળાયેલ રોચક કથા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મંદિરના મહંત સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે શહેરને રક્ષણ કરનાર નવનાથ મહાદેવ પૈકીનું આ એક મહાદેવનું મંદિર છે. આ મંદિર મહારાજા ગાયકવાડના શાસન દરમિયાન તેની સ્થાપના કરવામાં આવી છે. આ મહાદેવના દર્શન કરી લોકો પોતાને ધન્યતાની અનુભૂતિ કરે છે.

ભીમની ગદા દ્વારા પ્રગટ થયેલ શિવલિંગ

આ પણ વાંચો:Kedarnath Dham: શિવરાત્રિ પર નક્કી કરવામાં આવશે કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ

શિવલિંગ પાછળની રોચક કથા:આ મંદિરમાં પાંડવો અજ્ઞાતવાસમાં અહીં આવ્યા હોવાનું મનાય છે. જ્યારે પાંડવોને વનવાસ આપવામાં આવ્યો અને અંતિમ ક્ષણે અજ્ઞાત વાસ ભોગવી રહ્યા હતા. આ સમયે કોઈ પણ નગરમાં એક રાત્રિથી વધુ સમય તેઓ રહી શકે તેમ ન હતા. ત્યારે તેઓ આ સ્થળે આવ્યા હતા અને રાત્રિ દરમ્યાન ભોજન બનાવવામાં આવ્યું હતું. ભોજન જમતા પહેલા ભીમને પ્રતિજ્ઞા હતી કે શિવજીના શિવલિંગની પૂજા કર્યા સિવાય ભોજન ન લેવું. આ વિસ્તાર ગાઢ જંગલ હતો જેથી કોઈ શિવલિંગ ઉપલબ્ધ ન હતી. આ જોઈ અર્જુને હોશિયારી વાપરી માટીના માટલાને શેપ આપીને શિવલિંગ બનાવી દીધું હતું. ત્યારબાદ ભીમને પૂજા કરવા કહ્યું અને ભીમ પોતે ભોળા હોવાના કારણે તેઓએ આ માટીના માટલાની પૂજા કરી લીધી હતી અને ત્યારબાદ તમામે ભોજન ગ્રહણ કર્યું.

આજે પણ જોવા મળે છે નિશાન

આ પણ વાંચો:Magh Purnima 2023: માઘ પૂર્ણિમામાં સ્નાનનો શું છે વિશેષ મહિમા, જાણો...

ભીમે ગદા મુકતા જ શિવલિંગ પ્રગટ થયું:આરામ કક્ષમાં બેઠા બાદ બધા જ હસવા લાગ્યા હતા. જેથી ભીમે પૂછ્યું કે શા માટે હસો છો. તો અર્જુને જવાબ આપ્યો કે અમે પણ ભોજન કરી શકીએ તે માટે યુક્તિ વિચારીને તમને શિવલિંગની પૂજા કરાવી હતી. તે શિવલિંગ નહીં પરંતુ માટીની હાલડી છે. તે સાંભળતા જ ભીમ ક્રોધિત થયા હતા. ગદાધારી ભીમે પોતાની ગદા ઉચકી ક્રોધિત થયા હતા. આ ગદાને માટીની હાલડી પર અડતા જ ત્યાંથી શિવલિંગ પ્રગટ થયું હતું. ભીમે જ્યાં ગદા મૂકી હતી તેના નિશાન આજે પણ જોવા મળી રહ્યા છે. તેવું આ શિવલિંગ પર જોવા મળી રહ્યું છે. ત્યારથી આ મહાદેવના સ્થાને ભીમનાથ મહાદેવ નામ પડ્યું છે. આ મંદિરનો ખુબજ મહિમા અનેરો છે અને શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે અને આ ભીમનાથ મહાદેવના દર્શનનો લાભ લેતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details