હિપ્પોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર અને સિક્યુરીટી ઉપર જીવલેણ હુમલો કરતા સ્થળ પર જ બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત વડોદરા:વડોદરા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર સયાજીબાગમાં આવેલ પ્રાણીસંગ્રહાલયમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરે છે. તેઓને નિયમિત પણે મેડિકલ, ખોરાક સહિતની તમામ સુવિધાઓ મળી રહે તે માટે સતત ઝૂ સ્ટાફ કાર્યરત છે. ત્યારે આજે અચાનક પ્રાણી સંગ્રહાલયમાં હિપોપોટેમસે હિપ્પો અંક્લોઝરમાં રાઉન્ડમાં ગયેલા ઝૂ ક્યુરેટર અને સિક્યુરીટી જવાન ઉપર જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે બન્નેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના સમાચાર મળતા જ મ્યુનિસિપલ કમિશ્નર અને પૂર્વ મેયર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
ઝૂ ક્યુરેટર અને સિક્યુરીટી જવાન ઉપર જીવલેણ હુમલો હિપોપોટેમસનો હુમલો: સયાજીબાગમાં વિવિધ પ્રકારના પશુ પક્ષીઓ અને પ્રાણીઓ વસવાટ કરે છે. રોજ બરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આ પ્રાણી સંગ્રહાલય ની મુલાકાત લેતા હોય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે ફરજ બજાવતા પ્રત્યુષ પાટણકર દ્વારા સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યુરીટી જવાન સાથે પ્રાણીઓ અને પક્ષીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે. પ્રાણીઓની ચેકિંગ કરતા કરતા ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યુરીટી જવાન મનોજભાઇ હિપ્પોપોટેમસના રહેણાંક વિસ્તારમાં તેઓની દેખરેખ માટે ગયા હતા. દરમિયાન હિપ્પોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર અને સિક્યુરીટી ઉપર જીવલેણ હુમલો કરતા સ્થળ પર જ બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો:ગુજરાતના 560 માછીમારો પાકિસ્તાન જેલમાં, સરકારે 2 વર્ષમાં ફક્ત 21 વખત કેન્દ્રમાં અરજી કરી
સિક્યુરિટી જવાનની હાલત ગંભીર: હાજર અન્ય સિક્યુરિટી જવાનો દ્વારા બંનેને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેની હાલત ગંભીર હોવાથી સ્થળ પર મ્યુનિસિપલ કમિશ્નશ બંછા નિધિ પાની સાથે મેયર કેયુર રોકડીયા સહિત અનેક સ્થાયિ સમિતિના ચેરમેન સહિત કાઉન્સિલરો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. હાલમાં સિક્યુરિટી જવાનની હાલત ગંભીર હોવાથી આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
કયા કારણોસર હુમલો કર્યો તેની તપાસ:આ ઘટના અંગે મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે સયાજીબાગમાં આવેલ હિપ્પો અંક્લોઝરમાં આ ઘટના બની છે. જેમાં ઝૂ કયુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર હિપ્પો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં સિક્યુરિટર સુપરવાઈઝરને મલ્ટીપર ઇન્જરી થઈ છે અને ફેક્ચર પણ થયા છે. હાલમાં બંને મેડિકલ સુવિધા મળી રહી તે માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને આ ઘટના અંગે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:300 અધિકારીઓ વાઘના બચ્ચાને તેમની માતા સાથે મિલન કરાવવા ઓપરેશન હાથ ધર્યું
ઈજાની તપાસ કરવા જતાં હુમલો:પૂર્વ મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે હિપ્પોપોટેમસ પાછળથી ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળતાં ઝૂ ક્યુરેટર તપાસ અર્થે ગયા હતા. પરંતુ તેઓ અને અચાનક હિપ્પો બહાર આવ્યો અને ઈજાગ્રસ્ત કર્યા હતા. સાથે આ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા બચાવવાના પ્રયાસો કરતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓને ઇન્જરી વધુ થઈ હોવાથી લોહી વધુ વહી ગયું હોવાથી આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.