કેશવબાગ સોસાયટીના રહીશોએ SSRDએ સમક્ષ મકાન વેચનાર અને ખરીદનાર વચ્ચેનો વેચાણ કરારને ગેરકાયદેસર ગણવામાં આવે તેવી અરજી કરી હતી. જેને આધાર રાખીને SSRDએ વેચાણ કરારને ગેરલાયક ઠેરવ્યો હતો. SSRDના આદેશ પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે અને તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
વડોદરામાં અશાંતધારાના વેચાણ કરારને ગેરલાયક ઠેરવતા આદેશ પર હાઇકોર્ટે સ્ટે આપ્યો - sales agreement
વડોદરા:વડોદરાના ટંડેલજા વાસણા રોડ પર આવેલા કેસર બાગ સોસાયટીનો પ્લોટ અશાંતધારા વિસ્તારમાં આવતો હોવાથી SSRD દ્વારા વેચાણ કરાર રદ્દને ગેરકાયદેસર ગણાવતા ઓડરને હાઇકોર્ટમાં પડકારતા જસ્ટિસ ભાર્ગવ કારીયાએ વડોદરા કલેકટરના આદેશ પર મનાઇહુકમ ફરમાવ્યો છે.હાઈકોર્ટે આ મામલે વડોદરા કલેકટર સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે.
![વડોદરામાં અશાંતધારાના વેચાણ કરારને ગેરલાયક ઠેરવતા આદેશ પર હાઇકોર્ટે સ્ટે આપ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4752690-thumbnail-3x2-ssss.jpg)
FILE PHOTO
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, વડોદરાની કેશવબાગ સોસાયટીમાં સુધારા લાગુ પડતા હોવા છતા માલિક ગીતા ગોરાડીયાએ તેનો 6 કરોડનો બંગલો ફૈસલ ફસલાની નામના યુવાને વેચ્યું હતું. આ બંગલો આશરે પંદર હજાર ચોરસમીટરમાં ફેલાયેલું છે. બંને વચ્ચે થયેલા વેચાણ કરારના વિરોધમાં સ્થાનિક રહીશોએ SSRD સમક્ષ અરજી કરી હતી.