- ગોચર જમીન ઉપર ગેરકાયદે ખનન મામલે થઈ જાહેર હિતની અરજી ઉપર સુનાવણી
- એક સ્થળની મંજૂરી લઇ બે સ્થળોએ કરાયું ખનન
- કોર્ટે અધિકારીઓને જવાબ રજૂ કરવા કર્યો હુકમ
વડોદરાઃ વડોદરા ડભોઇ(Vadodara Dabhoi)ના કાયાવરોહણ ગામમાં ગોચર જમીન(Pasture land) ઉપર ગેરકાયદે ખનન મામલે હાઇકોર્ટ(High Court)માં થયેલી જાહેર હિતની અરજી ઉપર આજે સુનાવણી થઈ હતી. એક સ્થળની મંજૂરી લઇ બે સ્થળોએ ગેરકાયદે ખનન થયું હોવા અંગે અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી.
શું કહે છે વડવોકેટ સૈયદ સિકંદર?
આ મામલે વધુ વિગત આપતા એડવોકેટ સૈયદ સિકંદરે(Syed Sikandar) મીડિયાને જણાવ્યું હતું કે ડેપ્યુટી કલેકટરે કોઈ પણ સેક્શન વિના અહીં ખોદકામ કરવાની મંજૂરી આપી છે. આ સિવાય ડેપ્યુટી સરપંચે પણ આ સ્થળ ઉપર ખોદકામ કરીને 30 ફૂટ જેટલો ઊંડો ખાળો કરી દીધો છે. ઘણા બધા વૃક્ષો પણ કાપી દેવામાં આવ્યા છે. આ સામે આજે કોર્ટે સામેવાળા પક્ષને જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે. તેમણે 17 નવેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો છે.