ગુજરાત

gujarat

ETV Bharat / state

બે વર્ષ બાદ જામશે ગરબાની રમઝટ, લક્ષ્‍‍મી વિલાસ પેલેસમાં યોજાશે હેરિટેજ ગરબા - Heritage Garba

કોરોના મહામારીના કારણે રાજ્યમાં બે વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં (Laxmi Vilas Palace)આવતું ન હતું. આ વર્ષે કોરોના મહામારી ઓછી હોવાથી સરકારે ગરબા આયોજન માટે મંજૂરી આપી છે. વડોદરામાં આ વર્ષે નવરાત્રી ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. વડોદરાના લક્ષ્‍‍મી વિલાસ પેલેસમાં હેરિટેજ ગરબાની(Navratri at Lakshmi Vilas Palace) રમઝટ યોજાશે.

બે વર્ષ બાદ જામશે ગરબાની રમઝટ, લક્ષ્‍‍મી વિલાસ પેલેસમાં યોજાશે હેરિટેજ ગરબા
બે વર્ષ બાદ જામશે ગરબાની રમઝટ, લક્ષ્‍‍મી વિલાસ પેલેસમાં યોજાશે હેરિટેજ ગરબા

By

Published : Jul 20, 2022, 4:59 PM IST

વડોદરાઃ કોરોના મહામારીના પગલે છેલ્લા બે વર્ષથી વડોદરામાં ગરબા યોજાતા ન હતા. જો કે આ વર્ષે ધામધૂમથી (Laxmi Vilas Palace)ગરબાની રમઝટ જામશે. વડોદરાના લક્ષ્‍મી વિલાસ પેલેસમાં હેરિટેજ ગરબાનું આયોજન કરવામાં (Navratri at Lakshmi Vilas Palace)આવશે. મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય -વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશનના સહયોગથી આ વર્ષે નવરાત્રી ગરબા મહોત્સવ 2022નું આયોજન કરશે. વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયની ટીમને ગરબા મહોત્સવનું આયોજન કરવા અને ગરબા મહોત્સવ 2022 દરમિયાન કલાકારો (Garba Mahotsav 2022 )અને કસ્બીઓને પ્રોત્સાહિત કરવા માટે મદદ કરશે.

લક્ષ્‍‍મી વિલાસ પેલેસમાં નવરાત્રી

ઉદ્યોગાલય 107 વર્ષથી મહિલાઓ માટે કાર્યરત -મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય છેલ્લા 107 વર્ષથી મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટે કાર્યરત છે. કોવિડ દરમિયાન સમાજના આર્થિક રીતે પછાત વર્ગના ઘણા પરિવારોએ તેમના કમાતા સભ્ય ગુમાવ્યા અથવા તેમની આજીવિકા ગુમાવી દીધી હતી. MCSUએ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમના માટે આર્થિક તકો ઊભી કરવા કાર્યક્રમો શરૂ કર્યા છેે. આ તમામ કાર્યક્રમોને અમલમાં મૂકવા માટે MCSUએ વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યા છે.

આ પણ વાંચોઃPM Modi in Vadodara : વડાપ્રધાનના આગમનને વડોદરાની મહિલાઓએ કેવી રીતે આવકાર્યું જૂઓ

હસ્તકલા ભારતમાં રોજગારીનું બીજું સૌથી મોટું ક્ષેત્ર -ગરબા મહોત્સવમાં દેશભરમાંથી કલાકારો અને કારીગરોને તેમની પ્રતિભા અને ઉત્પાદનોનું પ્રદર્શન કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે. આપણા દેશની કલા અને કૌશલ્યો વિશે સમાજને સાચી સમજ મળશે, હસ્તકલા ભારતમાં રોજગારીનું બીજું સૌથી મોટું ક્ષેત્ર છે. હસ્તકલા પણ લોકો સુધી વધુમાં વધુ પહોંચશે લક્ષ્‍મી વિલાસ પેલેસ ખાતે આ એક અનોખી અને સર્વોપરી ગરબા ઇવેન્ટ છે ,જે મુલાકાતીઓને ઐતિહાસિક અને ભવ્ય સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરવાની તક આપશે અહીં મુલાકાતીઓને બહુ સાંસ્કૃતિક ભોજન પણ આપવામાં આવશે.

આ પણ વાંચોઃઆ બાળકના ગરબા સ્ટેપ જોઈને તમે પણ થઈ જશો દિવાના, Video

આ ગરબા ખેલૈયાઓની અપેક્ષાઓ પર ખરા ઉતરશે -વડોદરાનો ગરબા ઉત્સવ આખી દુનિયામાં પ્રખ્યાત છે. જ્યારે કોઈ સારા હેતુ માટે તેનું આયોજન કરવામાં આવે છે ત્યારે તે વધુ ખાસ બની જાય છે. આ વર્ષે આ ગરબા ખેલૈયાઓની અપેક્ષાઓ પર ખરા ઉતરશે તેવુ માનવામાં આવે છે. કારણ કે તેમને મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે સચિન લિમયે અને આશિતા લિમયેની મંડળી દ્વારા ગાયેલા મંત્રમુગ્ધ મધુર ગરબા પર નૃત્યનો આનંદ માણવા મળશે. આ કાર્યક્રમ મર્યાદિત સંખ્યામાં આમંત્રિત અને નોંધાયેલા મહેમાનો માટે આયોજિત કરવામાં આવી રહ્યો છે, જેઓ સુંદર સ્થળ મધુર ગાયકો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની હાજરીમાં અનોખા ગરબાનો અનુભવ કરશે.

ABOUT THE AUTHOR

...view details