ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાની સાકાર splendor 2 બિલ્ડીંગ ધરાશાયી થવાની તૈયારીમાં - સાકાર splendor 2

વડોદરાઃ શહેરમાં પડેલ ભારે વરસાદથી શહેરીજનોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વિશ્વામિત્રી નદીના કાંઠે બનેલા 'સાકાર સ્પ્લેન્ડર ટુ' બિલ્ડિંગના પાયા ધોવાઈ જતા સમગ્ર બિલ્ડીંગ ધરાશાયી થવાની તૈયારીમાં છે.

heavy rain in vadodara

By

Published : Aug 5, 2019, 8:59 PM IST

વડોદરા શહેરમાં ભારે વરસાદના પગલે સમા-સાવલી રોડ પાસેના વેમાલી ગામ ખાતે સાકાર splendor 2 નામની બિલ્ડીંગ આવેલી છે. 5 વર્ષ પહેલા 15 લાખથી 25 લાખ રૂપિયા ખર્ચીને સ્થાનિકોએ અહીં મકાન ખરીદ્યા હતા. આ બિલ્ડિંગ વિશ્વામિત્રી નદીના કાંઠે હોવાથી અતિવૃષ્ટિના કારણે સમગ્ર બિલ્ડીંગના પાયા ધોવાઈ ગયા છે. જેથી અહીં વસતા 150 પરિવારના 750 લોકોના જીવ જોખમમાં મૂકાયા છે.

અતિવૃષ્ટીથી વડોદરાની સાકાર splendor 2 બિલ્ડીંગ ધરાશાયી થવાની તૈયારીમાં

બિલ્ડર દ્વારા જોખમી મકાનો લાખો રૂપિયામાં વેંચીને હવે હાથ અધ્ધર કરી દેવામાં આવ્યા છે. અહીંના લોકો વારંવાર ફોન કરી રહ્યા છે, પરંતુ બિલ્ડરનો સંપર્ક થઈ રહ્યો નથી. જેથી સ્થાનિકો તંત્ર પાસે આશા રાખી રહ્યા છે. જો થોડાક જ દિવસમાં વધુ વરસાદ પડે તો ઈમારત ધરાશાયી થવાની તૈયારીમાં છે.

ABOUT THE AUTHOR

...view details