શહેરમાં બુધવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને હટાવવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત ભારે વરસાદના પગલે વડોદરા રેલ સેવા પ્રભાવિત થઇ છે.
ભારે વરસાદી માહોલ વચ્ચે મેમુ ટ્રેનો સહિત 5 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે અને 4 ટ્રેનો ડાયર્વટ કરવામાં આવી છે.
રદ્દ થયેલી ટ્રેનો...
- આણંદ-ભરૂચ મેમુ ટ્રેન રદ્દ
- દાહોદ-વડોદરા મેમુ ટ્રેન રદ્દ
- વડોદરા-ગોધરા મેમુ ટ્રેન રદ્દ
- પ્રતાપનગર-જંબુસર ટ્રેન રદ્દ
- અમદાવાદ-વડોદરા ટ્રેન રદ્દ
ડાયવર્ટ થયેલી ટ્રેનો...
- પટના-અમદાવાદ એક્સપ્રેસ
- ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ
- સોમનાથ-જબલપુર એક્સપ્રેસ
- ઈન્દોર શાંતિ એક્સપ્રેસ
રેલવે સેવા પ્રભાવિત થતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ શહેરની વિશ્વામિત્રી નદીની સપાટી 20 ફૂટે પહોંચી છે. ભારે વરસાદના કારણે નદી ભયજનક સપાટી વટાવી દેશે. જેને કારણે સમગ્ર શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છ