ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારે વરસાદથી વડોદરાનું આજવા સરોવર બે કાંઠે છલકાયું - Rain

વડોદરાઃ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે આજવા સરોવરની પાણીની સપાટીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 39 mm વરસાદ પડતા સીઝનનો કુલ 265 mm વરસાદ નોંધાયો છે.

વડોદરા

By

Published : Jul 5, 2019, 2:03 PM IST

વડોદરા શહેર નજીક આવેલ આજવા સરોવરના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દિવસ દરમિયાન સતત પાણીની આવકમાં વઘારો થઈ રહ્યો છે. દર કલાકે આજવાની પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આજવાના ઉપરવાસ હાલોલમાં આશરે 3 ઈંચ તથા પાવાગઢ ડુંગર વિસ્તારમાં 5 વરસાદ ખાબક્યો છે. જેના કારણે વડોદરા શહેરને પાણી પૂરૂ પાડતા આજવા સરોવરની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આજવામાં છેલ્લા 24 કલાકમાં 39 mm વરસાદ થતાં સીઝનનો કુલ 265 mm વરસાદ થયો છે.

આજવા સરોવરની પાણીની સપાટીમાં વધારો

ABOUT THE AUTHOR

...view details