ગુજરાત

gujarat

ETV Bharat / state

Heavy Rain in Dabhoi : વેરી બન્યો વરસાદ, મૃત ભાણીને ઊંચકી પાણીમાં ચાલ્યાં મામા

અતિ સર્વત્ર વર્જ્યતે કહેવાયું છે તેમાં મેઘરાજા પણ બાકાત નથી. ડભોઇમાં ભારે વરસાદને લઇને (Heavy Rain in Dabhoi) કિશોરીએ જીવ ગુમાવવાનો વારો આવી ગયો હતો. પરિવારના તેને દવાખાને (Karvan Government Hospital ) પહોંચાડવાના તમામ રસ્તા નાકામ (Heavy rains damaged roads ) રહ્યાં અને સૌની નજર સામે કિશોરીએ દમ તોડી દીધો હતો. જાણે વરસાદે વેર વાળ્યું હોય એવો આ કિસ્સો હૃદય કંપાવે એવો છે.

Heavy Rain in Dabhoi : વેરી બન્યો વરસાદ, મૃત ભાણીને ઊંચકી પાણીમાં ચાલ્યાં મામા
Heavy Rain in Dabhoi : વેરી બન્યો વરસાદ, મૃત ભાણીને ઊંચકી પાણીમાં ચાલ્યાં મામા

By

Published : Jul 14, 2022, 4:54 PM IST

વડોદરા- વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં અનરાધાર વરસેલો વરસાદ સેજપુરા ગામના (Sejpura village of Dabhoi)આદિવાસી પરિવાર માટે આફતનો વરસાદ સાબિત થયો છે. ચોતરફ ભરાયેલા પાણીના કારણે 16 વર્ષની બીમાર કિશોરીને સમયસર સારવાર માટે હોસ્પિટલમાં (Karvan Government Hospital ) પહોંચાડી ન શકતા મોતને ભેટી હતી. ખૂબ જ પાણી હોવાથી મૃતદેહને પણ પોતાના ગામ સુધી લઇ જવામાં અનેક મુશ્કેલીનો (Heavy rains damaged roads ) સામનો કરવો પડ્યો હતો. મામાએે પોતાનો જીવ જોખમમાં મુકી પોતાની ભાણીના મૃતદેહને ઉંચકીને ઘૂઘવાટા મારતા વહેતા પાણી પાર કરીને ગામમાં જવાની ફરજ પડી હતી.

વરસાદથી રસ્તાઓ તૂટી જતાં કિશોરીને સમયસર દવાખાને પહોંચાડી શકાઇ નહીં

બે દિવસથી બીમાર હતી કિશોરી-ડભોઇ તાલુકાના સેજપુર ગામમાં (Sejpura village of Dabhoi)રહેતી અને ધોરણ-10માં અભ્યાસ કરતી રેણુકા વસાવા બે દિવસથી બીમાર હતી. તેને ઉલટીઓ શરૂ થતાં ઓટો રિક્ષામાં કારવણ સરકારી દવાખાને (Karvan Government Hospital ) લઇ જવા માટે પરિવારજનો નીકળ્યા હતાં. પરંતુ ડભોઇ તાલુકામાં થયેલા ભારે વરસાદના કારણે ચારેકોર પાણી ભરાઇ ગયા હોવાથી રસ્તાઓ પણ બંધ (Heavy rains damaged roads ) હતાં. પરિવારે બીમાર દીકરીને છત્રાલ ગામ થઇને કારવણ જવાનો વિચાર કર્યો હતો.

આ પણ વાંચો- રાજ્યમાં ફરી એક વાર મેઘ મહેર, વિઝિબિલિટી ઘટી, અમદાવાદ-વડોદરામાં પણ ધોધમાર વરસાદ

રસ્તો બદલી પહોંચવાનો પ્રયાસ-જોકે છત્રાલ ગામના માર્ગો ઉપર પાણી હોવાના કારણે પરિવારને મંડાળા ગામ જવાના રસ્તેથી કારવણ જવા નીકળ્યા હતાં. કારવણ સરકારી દવાખાના સુધી પહોંચાડે તે પહેલાં રસ્તામાં જ બાળકીનું મોત નીપજ્યું હતું. પરંતુ, પરિવાર કારવણ હોસ્પિટલમાં (Karvan Government Hospital ) લઇ ગયા હતાં. જ્યાં તબીબોએ રેણુકાની તપાસ કરતાંની સાથેજ તબીબોએ રેણુકાને મૃત જાહેર કરતા પરિવાર સ્તબ્ધ બની ગયું હતું. રેણુકાનું મોત નીપજતાં પરિવારના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો.

આ પણ વાંચોઃ ગણતરીની સેકન્ડોમાં જ ટ્રેક્ટર પાણીમાં ગરકાવ, જૂઓ વીડિયો...

એમ્બ્યુલન્સ ચાલકે હિંમત ન કરી આખરે મામાએ મૃતદેહ ઊંચક્યો - પરિવાર એમ્બ્યુલન્સમાં દીકરીના મૃતદેહને લઇ ખાનપુરના રસ્તા ઉપરથી પોતાના ગામ સેજપુરા (Sejpura village of Dabhoi) આવવા નીકળી ગયા હતાં. પરંતુ તાલુકામાં થયેલા ભારે વરસાદને કારણે ખાનપુર ગામના રસ્તા ધોવાઇ (Heavy rains damaged roads ) ગયા હતાં. રસ્તો ધોવાઇ જવાના કારણે રસ્તો તૂટી જતાં એમ્બ્યુલન્સ ચાલકે મૃતદેહને લઇ સેજપુરા ગામ સુધી પહોંચાડવાની હિંમત કરી ન હતી. એમ્બ્યુલન્સ ચાલકે તૂટેલો રોડ ક્રોસ કરીને આગળ જવાનો ઇન્કાર કરી દેતા પરિવાર મૂંઝવણમાં મુકાઇ ગયું હતું. આથી મામા પોતાની ભાણીના મૃતદેહને પોતાના હાથથી ઉંચકી રોડ ઉપરથી પસાર થઇ રહેલા ઘૂઘવાટા મારતા પાણી પાર કરીને બીજી મંગાવેલી કાર સુધી પહોંચ્યા હતાં. બીજી આવેલી કારમાં મૃતદેહને લઇ સેજપુરા ગામ પહોંચી રેણુકાની અંતિમ વિધિની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details