છેલ્લા એક-બે દિવસથી ગરમીનો પારો 42 ડીગ્રીને પાર જતા શહેરીજનો અકળાઈ ઉઠ્યા છે. ત્યારે વડોદરા વાસીઓ હિટવેવનો અનુભવ કરી રહ્યા છે. હાલમાં દરેક દિવસ મૌસમનો અત્યાર સુધીનો હોટેસ્ટ દિવસ બની રહ્યો છે. વધતી ગરમીને કારણે લોકો સવારના 11 વાગ્યા પછી કરણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ગુજરાતમાં ગરમી યથાવત, વડોદરાના માર્ગો બન્યા સુમસાન
વડોદરાઃ આ વર્ષે ઉનાળાની ઋતુમાં સૂર્ય નારાયણ પોતાનું રૌદ્ર સ્વરૂપ દિવસેને દિવસે બતાવી રહ્યા છે. ઉનાળાના શરૂઆતના મહિનાથી જ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જતા લોકો ગરમીને કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
વડોદરામાં હીટવેવ
કાળઝાળ અને અંગ દઝાવતી ગરમીને કારણે શહેરના રાજમાર્ગો પર સ્વયંભૂ કરફ્યુ જેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ અને હિતવોવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાં અને AC, કુલરનો ઉપયોગ કરી ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે.
Last Updated : Apr 25, 2019, 3:54 PM IST