ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara news: 3 હજાર લોકોને વ્યાજખોરીના દૂષણમાંથી બચાવી બેંકમાંથી લોન અપાવાઈ, ગૃહપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં મંજુરીપત્રનું વિતરણ - Harsh Sanghvi promised to jail the usurers

વ્યાજખોરીના દુષણને નાથવા રાજ્ય સરકારના અભિયાન હેઠળ વડોદરા ખાતે આજે બેન્ક લોનના મંજૂરી પત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જરૂરિયાત મંદ લોકોને જરૂરી લોન મળી રહે અને વ્યાજના ચક્રમાંથી મુક્તિ મળે તે પ્રકારની કામગીરી સામે વડોદરા શહેર પોલીસ દ્વારા બેંક લોન મંજૂરી પત્રનું વિતરણ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

harsh-sanghvi-promised-to-jail-the-usurers-and-made-citizens-vow-not-to-get-caught-in-the-poison-of-usury
harsh-sanghvi-promised-to-jail-the-usurers-and-made-citizens-vow-not-to-get-caught-in-the-poison-of-usury

By

Published : Feb 21, 2023, 8:37 AM IST

ગૃહપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં મંજુરીપત્રનું વિતરણ

વડોદરા:સમગ્ર રાજ્યમાં વ્યાજખોર સામે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આ દૂષણ વિરુદ્ધની ઝુંબેશ અંતર્ગત બેંક લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમમાં શહેરના આજવારોડ ખાતે આવેલ પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

હજાર લોકોને વ્યાજખોરીના દૂષણમાંથી બચાવી બેંકમાંથી લોન અપાવાઈ

વ્યાજખોરોની લોભામણી વાતોમાં ન આવવા અપીલ:આ કાર્યક્રમમાં બેંક લોન મંજૂરીપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. વ્યાજ ખોરોના દૂષણની સામે વડોદરા શહેર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જરૂરિયાત મંદ લોકોને જરૂરી લોન મળી રહે અને વ્યાજના ચક્રમાંથી મુક્તિ મળે તે પ્રકારની કામગીરી સામે વડોદરા શહેર પોલીસ દ્વારા બેંક લોન મંજૂરી પત્રનું વિતરણ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. તેઓએ કહ્યું કે શહેરમાંથી ત્રણ હજાર લોકોને બચાવી બેન્કમાંથી લોન અપાઈ છે. સાથે કહ્યું કે ડાયરીના રૂપિયા ન લેવા અને વ્યાજખોરોની લોભામણી વાતોમાં ન આવવા લોકોને અપીલ કરી હતી.

વ્યાજખોરીના દુષણને નાથવા રાજ્ય સરકારના અભિયાન

વ્યાજખોરીનું દુષણ ચલાવનારાઓ રાજ્ય બહાર જાય:વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધ યુદ્ધના ધોરણે ઝૂંબેશ ચલાવવા બદલ વડોદરા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વ્યાજખોરો માટે ગુજરાતમાં કોઈ સ્થાન નથી. વ્યાજખોરીનું દૂષણ ચલાવનારાઓ ગુજરાત બહાર જતા રહે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં આ અભિયાન હેઠળ અત્યાર સુધી ત્રણ હજાર જેટલા પરિવારોને ના તો માત્ર વ્યાજખોરીના વિષચક્રમાંથી બચાવી લેવાયા છે, પરંતુ તેને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી બેંકમાંથી લોન અપાવી પોલીસે માનવીય અભિગમ દાખવ્યો છે.

વ્યાજખોરોની લોભામણી વાતોમાં ન આવવા અપીલ

સંકલ્પ લેવડાવ્યો:આ કાર્યક્રમમાં લાભાર્થીઓ અને અન્ય નાગરિકો પાસેથી સંકલ્પ લેવડાવ્યા હતા કે, તેઓ ક્યારેય ડાયરીના રૂપિયા નહીં લે. વ્યાજનું દૂષણ ચલાવનાર વ્યાજખોરોની લોભામણી વાતો કે જાહેરાતોમાં ન આવવા માટે પણ તેમણે ઉપસ્થિત લોકો પાસેથી સંકલ્પ લેવડાવ્યો હતો. સાથે તેઓએ કહ્યું કે, વ્યાજખોરીનું વિષચક્ર ચલાવવામાં જે કોઈ પણ સંડોવાયેલું હશે, તેને છોડવામાં નહીં આવે. વ્યાજખોરો વિરુદ્ધ માત્ર થોડા સમય માટે નહીં, પરંતુ જીવનભર આ અભિયાન ચલાવવામાં આવે તેવી તેમણે ગુજરાત પોલીસને સૂચના આપી હતી.

આ પણ વાંચોFarmers Meeting: ખેડૂત આંદોલનને વિખેરવા બનેલી કમિટીની યોજાઈ પહેલી બેઠક, વીજ લોડ, પાક વીમા સહિતના મુદ્દે થઈ ચર્ચા

એક હજારથી વધુ પોલીસ ફરિયાદ:વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધ ચાલતા આ અભિયાનમાં પોલીસ કાર્યવાહી વિશે વિગતો આપતા જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી ચાલતા આ અભિયાનમાં ગુજરાત પોલીસે ખૂણે-ખૂણેથી વ્યાજખોરોને પકડ્યા છે અને જેલમાં ધકેલ્યા છે. અત્યાર સુધી 13 હજારથી વધારે લોકોને અલગ-અલગ બેંક મારફત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લોન અપાવવામાં આવી છે. અને લોનની રકમનો આંકડો રૂ. 100 કરોડ સુધી પહોંચી ગયો છે. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 3500થી વધારે પોલીસ દ્વારા લોક દરબાર યોજાયા છે, જેમાં વ્યાજખોરીના પીડિતોએ કરેલી ફરિયાદો- રજૂઆતોને ગંભીરતાથી લઈને એક હજારથી વધારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચોGovernment MoU: રાજ્યમાં 11 હજાર જેટલી રોજગારીની તકો થશે ઊભી, એક જ દિવસમાં 9852 કરોડના MoU

શહેર પોલીસ દ્વારા 50 FIR:અત્યાર સુધીમાં આ અભિયાન અંતર્ગત વડોદરા પોલીસે ત્રણ હજારથી વધારે પરિવારોને વ્યાજખોરીના દૂષણમાંથી બચાવ્યા છે અને તેમને બેંકો પાસેથી લોન મંજૂર કરાવી તેમની મદદ પણ કરી છે. વ્યાજખોરીના ગુનામાં શહેર પોલીસે પચાસ એફ.આઈ.આર નોંધી છે. પાંચ આરોપીઓને તો પાસા હેઠળ શહેર-જિલ્લા બહાર ધકેલી દેવાયા છે. અભિયાન અંતર્ગત શહેર પોલીસ દ્વારા એક મહિનામાં 36 તો જિલ્લા પોલીસ દ્વારા 35 લોક દરબાર યોજાયા છે. સાથે આ કાર્યક્રમના અંતમાં ઇન્ટીગ્રેટેડ હેલ્થ મેનેજમેન્ટ સ્કીમ અંતર્ગત વજન ઓછું કરનારને ફીટ થનાર શહેરના પોલીસ કર્મીઓને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

For All Latest Updates

TAGGED:

Vadodara

ABOUT THE AUTHOR

...view details