વડોદરાઃ હાલમાં જ ગુજરાત પોલીસમાં મોટા પાયે બદલીઓ થવા પામી છે. વડોદરા જીલ્લાના રેન્જ IG અભયસિંહ ચુડાસમાની બદલી ગાંધીનગર રેન્જ ખાતે કરવામાં આવી છે અને તેમની જગ્યાએ હરિકૃષ્ણ પટેલને વડોદરા ખાતે મુકવામાં આવ્યા છે. હરિકૃષ્ણ પટેલ આજે વડોદરા આવી પહોંચ્યા હતા.
વડોદરા જિલ્લા રેન્જ IG તરીકે હરિકૃષ્ણ પટેલે ચાર્જ સંભાળ્યો - વડોદરા જિલ્લા નવા IG
બુધવારે હાલમાં જ નિમણૂક પામેલા વડોદરા જિલ્લાના નવા IG તરીકે હરિકૃષ્ણ પટેલે ચાર્જ સંભાળ્યો હતો. તેમનું કચેરી ખાતે અધિકારીઓ દ્વારા પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું અને જવાનો દ્વારા સલામી અપાઇ હતી.
Vadodara range IG
વડોદરા રેન્જ IGની કચેરી ખાતે તેમનું પોલીસ પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને બેન્ડ દ્વારા સલામી આપવામાં આવી હતી. જવાનોની સલામી ઝીલ્યા બાદ અભયસિંહ ચુડાસમાએ નવા IGને તેમના કક્ષ સુધી દોરી ગયા હતા અને વિધિવત રીતે ચાર્જ સોંપીને ખુરશી પર બેસાડ્યા હતા.