ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara news: ભંગારના વેપારીઓનું અપહરણ કરી હત્યા કરનાર આરોપીઓને હરણી પોલીસે દબોચ્યા

વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે થયેલી હત્યા મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી રાજુ ભરવાડ અને બેચર ભરવાડની મોડી સાંજે વડોદરા જિલ્લાના ડભોઇ પાસેથી ધરપકડ કરી હતી. હત્યારા મહારાષ્ટ્રથી પરત ફરી રહ્યા હતા ત્યારે સર્વેલન્સ સ્ક્વોડે દબોચી લીધા હતાં.

harani-police-nabbed-the-accused-who-kidnapped-and-killed-the-scrap-dealers-in-vadodara
harani-police-nabbed-the-accused-who-kidnapped-and-killed-the-scrap-dealers-in-vadodara

By

Published : Feb 28, 2023, 7:38 AM IST

અપહરણ કરી હત્યા કરનાર આરોપીઓને હરણી પોલીસે દબોચ્યા

વડોદરા: શહેરના ગોલ્ડન ચોકડી પાસે ભંગારનો વેપાર કરતા સાડા -બનેવીને અપહરણ કરી ઢોર માર મારતા બનેવીનું મોત નીપજ્યું હતી. સમગ્ર મામલે હરણી પોલોસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ફરાર બન્ને આરોપીઓને હરણી રાજુ ભરવાડ અને બેચર ભરવાડની મોડી સાંજે પોલીસ દ્વારા ટેક્નિકલ સોર્સના આધારે ઝડપી પાડવામાં આવ્યા છે.

ત્યારા મહારાષ્ટ્રથી પરત ફરી રહ્યા હતા ત્યારે સર્વેલન્સ સ્ક્વોડે દબોચી લીધા

શરૂઆતમાં લોકેશન મહારાષ્ટ્ર:આ બંને આરોપીઓનું શરૂઆતમાં લોકેશન મહારાષ્ટ્રમાં લોકેટ થયું હતું. આ બાબતે હરણી પોલીસ દ્વારા મહારાષ્ટ્ર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આરોપીઓ મહારાષ્ટ્રથી પરત ફરતા હરણી પોલીસે બંને આરોપીઓને ડભોઇ નજીકથી ઝડપી પડ્યા હતા. તો બીજી તરફ હાલોલ પોલીસે મૃતક રાજુનાથનો મૃતદેહ કબજે લીધો હતો અનેગ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સમાજના લોકો દ્વારા ઉગ્ર માંગ:ભંગારના વેપારીઓને માર મારવાના મામલે દિવસભર મારવાડી સમાજ દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી હતી. હરણી પોલોસ મથક આગળ મોટી સંખ્યામાં મારવાડી સમાજના લોકો રાજસ્થાનથી પણ આવી પહોંચ્યા હતા તેઓની એક જ માંગ હતી કે હત્યા કરનારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે અને તેઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. આખરે હરણી પોલીસે બંને આરોપીઓને દબોચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોબુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બોગસ દસ્તાવેજોને આધારે વળતર મેળવનાર 3 ભેજાબાજો ઝડપાયા

બંને આરોપી પોલીસના સકંજામાં:ઝડપાયેલા આરોપીમાં 1) સાર્દુલ ઉર્ફે રાજુભાઇ દાનાભાઈ ભરવાડ (રહે.મકાન નંબર 10 વિઠ્ઠલનગર સયાજી ટાઉનશીપ, વડોદરા) 2) બેચરભાઈ ધુળાભાઈ ભરવાડ (રહે. મકાન નંબર બી/15, ભરવાડવાસ ચાચા નહેરુ નગર, ઓમસાઈ રેસિડેન્સી સામે આજવા રોડ વડોદરા) ને ઝડપી પાડી હરણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોUmesh Pal Murder: ગુજરાતની જેલમાંથી અતીકનો સંકેત, બરેલી જેલમાં આયોજન અને પ્રયાગરાજમાં હત્યા, પત્નિએ યોગીને લખ્યો પત્ર

ડભોઇ નજીકથી ઝડપી પાડવામાં આવ્યા:આ મામલે એસીપી જી બી બાંભણિયાએ જણાવ્યું હતું કે રાજુનાથ અને કૈલાશનાથ બંનેને બેટરી વેચવાના આવેલ ઈસમો પાસેથી 1800 રૂપિયામાં બેટરી લીધી હતી. આ સાથે બેટરી વેંચતા રાજુ અને બેચર ભરવાડ પોતાના ફાર્મ પર લઇ ગયા હતા. બેટરીના પૈસા આપવા અને કબૂલાત માટે માર મારવામાં આવ્યો હતો. મુઠ માર અને પાઇપ વડે મારતા રાજુનાથ બેભાન થતા તેને ફોરચુનર ગાડીમાં હાલોલ કેનાલ રોડ પર ફેંકી આવ્યા હતા. ત્યારબાદ કૈલાશનાથ ને વાપી ટોલ નાકા જોડે છોડી ધમકી આપી હતી. ત્યારબાદ કૈલાશનાથ દ્વારા ફસરિયાદના આધારે વિવિધ ટીમો દ્વારા બંને આરોપીઓને ડભોઇ આગળથી ઝડપી પાડવામાં આવ્યા છે. બે દિવસ બંને આરોપી મહારાષ્ટ્ર ફરાર હતા. હાલમાં વધુ તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details