વડોદરા : હાલોલ વડોદરા હાઇવે પર વહેલી સવારે એક કન્ટેનર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident on Halol Vadodara Highway) સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક રાજસ્થાની પરિવાર જેઓ વહેલી સવારે હાલોલથી સુરત તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 4 જેટલી વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા તો પાંચ જેટલી વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. (Vadodara highway accident Death)
કારમાં સવાર લોકોનું મૃત્યુસ્થાનિક સૂત્રો દ્વારા ટ્રક રોડ સાઇડ પર ઉભો હોવાનું સામે આવ્યું છે. આ ગમખ્વાર દુર્ઘટનામાં 4 લોકોના મૃત્યુ થયા છે. જેમાં એક 8 વર્ષનું બાળક સહિત 3 જેટલા લોકોનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે મૃત્યુ થયું હતુ. તો અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેથી તેઓને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે હાઇવે ઉપર એક કિલોમીટર જેટલા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ બનાવને પગલે સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકની સમસ્યાને હલ કરી મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, પોલીસની સઘન તપાસ બાદ સમગ્ર મામલે સ્પષ્ટતા થશે. (Accident near Jarod in Vadodara)
આ પણ વાંચોચીખલી હાઈવે પર 6 વાહનો ધડાકાભેર અથડાયા, સદનસીબે કોઈ જાનહાની નહીં