વડોદરા: શસ્ત્ર વિદ્યા, એક પ્રાચીનયુદ્ધ કળા છે શસ્ત્ર વિદ્યાને 'સનાતન શસ્ત્ર વિદ્યા' (Eternal weaponry) તરીકે પણ ઓળખવામાં આવે છે. શસ્ત્રોનું કાલાતીત વિજ્ઞાન.'સનાતન'ધર્મ એ હિંદુ ધર્મનુંપરંપરાગત હોદ્દો છે,અને ભૂતકાળમાં હિન્દુઓ આ કળાનો અભ્યાસ કરતા હતા,આ કળાને'સનાતન હિન્દુ શસ્ત્ર વિદ્યા'તરીકે પણ ઓળખવામાં આવે છે 15મી સદીમાં શીખોએ,પોતે હિંદુ વંશના હોવાથી, આ કળા અપનાવી.દસમા શીખ ગુરુએ મહાન 'સૂર્ય બંસી' હિંદુ યોદ્ધા, ભગવાન રામ તેમના પોતાના વંશનો ઉલ્લેખ કર્યો છે.જેમ કે, તેને 'સનાતન હિન્દુ શીખ શસ્ત્ર વિદ્યા' તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ વિદ્યામાં 10 અલગ અલગ પદ્ધતિઓ છે:સમયની સાથે સાથે આ વિદ્યા લુપ્ત થતી ગઈ છે. બ્રિટિશ રાજમાં તો આ વિદ્યાને બંધ જ કરી દેવામાં આવી હતી. આ વિદ્યા હાલમાં ગુરુદેવ નિદાર સિંઘ પાસે છે, અને અલગ અલગ દેશોમાં જઈને લોકોને વિદ્યા પ્રદાન કરી રહ્યા છે. આ વિદ્યામાં (Sanatana Shastra Vidya different methods 10) યુદ્ધન એટલે કે, લડતની અલગ અલગ પદ્ધતિઓ સમાયેલ છે. આ યુદ્ધના આપણા પૌરાણિક દેવી દેવતાઓ પર આધારિત છે. વરાહ, શેષ નાગ, ગરુડ, નંદી,નરસિંહમાં ,હનુમાન, બાઘ યુદ્ધ, શક્તિ અને શિવ, જગદંબે યુધન, ચંડી યુધન, ગણેશ યુધન વગેરેનો સમાવેશ થાય છે. આમ સૌથી મહત્વનું હોય છે અર્ધ નારેશ્વર યુદ્ધ. આ તમામ યુદ્ધનના અલગ અલગ શસ્ત્રો હોય છે.