ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara CHC: સાધનો છે ઈન્સ્ટોલેશન નહીં, બેડ છે સ્ટાફ નહીં, કરોડોના CHC સેન્ટર પર સુવિધાનો અભાવ - people not get full facility

આ અદ્યતન સીએચસી સેન્ટર પાછળ 18 કરોડો રૂપિયા જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ પાલિકા તંત્રના અધિકારીઓના અણધડ વહીવટના કારણે સીએચસી સેન્ટરની સુવિધાઓના લાભથી લોકો વંચિત રહી રહ્યા છે.

Vadodara Community Health Centers: અત્યાધુનિક સાધનો પરંતુ ઈન્સ્ટોલેશન નહીં, બેડની સુવિધા પરંતુ સ્ટાફ નહીં, કરોડોના CHC સેન્ટર પર સુવિધાનો અભાવ
Vadodara Community Health Centers: અત્યાધુનિક સાધનો પરંતુ ઈન્સ્ટોલેશન નહીં, બેડની સુવિધા પરંતુ સ્ટાફ નહીં, કરોડોના CHC સેન્ટર પર સુવિધાનો અભાવ

By

Published : Mar 15, 2023, 7:38 AM IST

Updated : Mar 15, 2023, 8:32 AM IST

કરોડોના CHC સેન્ટર પર સુવિધાનો અભાવ

વડોદરા: મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે ત્રણ અદ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર શરૂ કર્યા છે. આ અદ્યતન સીએચસી સેન્ટર પાછળ 18 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ પાલિકા તંત્રના અધિકારીઓના અણધડ વહીવટના કારણે સીએચસી સેન્ટરની સુવિધાઓના લાભથી લોકો વંચિત રહી રહ્યા છે. અહીં ઓપીડી તો શરૂ કરવામાં આવી છે. પરંતુ 50 બેડની સુવિધા હોવા છતાં જરૂરી સ્ટાફ ન હોવાને કારણે દર્દીને દાખલ થવાની સુવિધા નથી. લાખો રૂપિયા ખર્ચી અત્યાધુનિક સાધનો વિકસાવવામાં આવ્યા છે. પરંતુ ઈન્સ્ટોલેશનના અભાવે આ સાધનો માત્ર શોભના ગાંઠિયા સમાન જોવ મળી રહ્યા છે.

મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ:વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્રણ અત્યાધુનિક સીએચસી સેન્ટર શહેરના છાણી, માંજલપુર, અટલાદરા ખાતે 18 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે. જેનું 6 મહિના અગાઉ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલેના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પણ આ સીએચસી સેન્ટર સંપૂર્ણપણે કાર્યરત ન હોવા છતાં વડોદરા પાલિકાના શાસકો અને અધિકારીઓએ ઉતાવળે ઉદઘાટન કરાવી લોકો માટે ખુલ્લું મૂકી દીધું હતું.

H3N2 first death in gujarat: H3N2 વાયરસથી મોતની સંભાવના, રાજ્યમાં 58 વર્ષીય મહિલાનું શંકાસ્પદ મોત

લાખોના મશીનો ધૂળ ખાઈ રહ્યા છે :સીએચસી સેન્ટરમાં હાલમાં માત્ર 24 કલાક ઓપીડી અને ઇમરજન્સી સારવાર દર્દીઓ લઈ રહ્યા છે. પરંતુ અતિ ખર્ચાળ એક્સ રે મશીન અને સોનોગ્રાફી મશીનની સુવિધા અહીંયા દર્દીઓને નથી મળી રહી કરણ કે લાખો રૂપિયાના ખર્ચે મશીનો મંગાવવામાં આવ્યા છે. પરંતુ આ મશીનનું ઈન્સ્ટોલેશન જ નથી કરવામાં આવ્યું સાથે એક્સ રે મશીન માટેનો યોગ્ય રૂમ જ તૈયાર નથી કરવામાં આવ્યો. આ ઉપરાંત અહીંયા બાયો-કેમેસ્ટ્રી ટેસ્ટ પણ નથી કરવામાં આવી રહ્યા જેને લઈ દર્દીઓને ખાનગી લેબમાં કે હોસ્પિટલમાં જઈ ટેસ્ટ કે રિપોર્ટ કરાવવાની ફરજ પડી રહી છે.

કરોડોનો ખર્ચ છતાં સુવિધાનો અભાવ:કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હાલમાં 7 મેડિકલ ઓફિસર ફરજ બજાવે છે. કેટલાક વિભાગના તબીબોની પણ ભરતી કરવામાં આવી નથી. ગાયનેકોલોજિસ્ટ તબીબ ગર્ભવતી મહિલાઓની સારવાર અને ડિલિવરી પણ કરી રહ્યા છે પરંતુ જરૂરી સ્ટાફની અછતના કારણે દર્દીઓને દાખલ કરવા માટેની સુવિધા હજી સુધી શરૂ નથી કરાઈ નથી. એક સીએચસી સેન્ટરમાં 50 બેડની સુવિધા ઊભી કરાઈ છે. પરંતુ ન હોવાથી દર્દીઓને દાખલ કરવામાં નથી આવી રહ્યા.

Chaturveda Mahasammelan: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કર્યું અખિલ ભારતીય ચતુર્વેદ મહાસંમેલનનું ઉદ્ઘાટન

જવાબદાર શુ કહે છે:છાણી સીએચસી સેન્ટરમાં ફરજ બજાવતા ગાયનેકોલોજીસ્ટ તબીબ કહે છે કે ગર્ભવતી મહિલાઓને સોનોગ્રાફી માટે ખાનગી લેબમાં મોકલવામાં આવે છે. જો અહીંયા સોનોગ્રાફી મશીન શરૂ થાય તો લોકોને ફાયદો થઈ શકે છે. જ્યારે પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે કે સીએચસી સેન્ટરમાં ઓપીડી ચાલુ છે, પણ મશીનો બંધ છે તે વાત સાચી છે. વહેલી તકે તમામ સેન્ટર સંપૂર્ણ પણે કાર્યરત થાય તેવા અમારા પ્રયાસો રહેશે.

Last Updated : Mar 15, 2023, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details