વડોદરા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર(World Yoga Day 2022)કર્યો ત્યારથી વડોદરાના સહજ રંગોળી ગ્રુપ આ દિવસે ખાસ રંગોળી બનાવે છે. આ વખતે પણ સહજ રંગોળી ગ્રુપ (Sahaj Rangoli Group)દ્વારા આ દિવસ માટે મહાકાય રંગોળી બનાવવામાં આવી છે.
આ પણ વાંચોઃભરૂચમાં આ ત્રણ આઈકોનીક સ્થળે થશે વિશ્વ યોગ દિવસની ઉજવણી, તૈયારીઓ પૂર જોશમાં
રંગોળી બનાવતા 4 દિવસ લાગ્યા -ગુજરાત પબ્લિક સ્કૂલ વડોદરાના પરિસરમાં 40x40 ફૂટની રંગોળી (Yoga day 40x40 foot rangoli )બનાવવામાં આવી છે. જેમાં કેન્દ્રમાં આદિ યોગીને દર્શાવવામાં આવ્યા છે અને આસપાસ અષ્ટાંગ યોગ કરતી પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. આ રંગોળી બનાવવા માટે 10 કલાકારોને 4 દિવસનો સમય લાગ્યો હતો અને 150 કિલો જેટલો રંગ વપરાયો હતો.
આ પણ વાંચોઃInternational Yoga Day 2022: આ જગ્યાએ રાજ્યકક્ષાના યોગ દિવસની થશે ઉજવણી, AMCનો વિશેષ લક્ષ્યાંક
યોગ પ્રત્યે જાગૃતિ આવે તેવો પ્રયાસ -આ રંગોળી બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જણાવતા સહજ ગ્રુપના કમલેશ વ્યાસે જણાવ્યું કે, લોકોમાં યોગ વિશેની જાગૃતિ આવે અને પોતાના જીવનને યોગના માધ્યમથી સ્વસ્થ અને તંદુરસ્થ રાખે એવા મેસેજ સાથે આ રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી માટે ખાસ ચિરોડી કલર વાપરવામાં આવ્યો છે.