તેમ છતાય આ ટ્રેન્ડ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે. આ સોશિયલ મીડિયાનો ટીકટોકના ભરડામાં વડોદરાના PSI અરૂણ મિશ્રાનો ફિલ્મી ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે. PSI અરૂણ મિશ્રા DCBની ચાંપાનેર દરવાજા ખાતે આવેલી ઓફિસમાં ફરજ બજાવે છે. PSIના વાયરલ થયેલો ટીકટોક વીડિયો વડોદરા શહેર પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાત પોલીસ ટિકટોકના રવાડે ચડ્યા, વડોદરા PSIએ વીડિયો બનાવી વાયરલ કર્યો - ટીકટોકના વીડિયોના શકંજામાં ગુજરાત પોલીસ કર્મીઓ
વડોદરા: રાજ્યના પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવેલા ટીકટોક વીડિયો વાયરલ થવાના પગલે પોલીસ બેડામાં ખળભડાટ મચી જવા પામ્યો છે. ટીકટોક પર વીડિયો બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે આ વીડિયો વાયરલ કરવાની ઘટનામાં રાજ્યની બે મહિલા પોલીસ કર્મચારીને પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી. હાલમાં વડોદરાના PSIનો ટીકટોક વીડિયો થયો વાયરલ છે.
![ગુજરાત પોલીસ ટિકટોકના રવાડે ચડ્યા, વડોદરા PSIએ વીડિયો બનાવી વાયરલ કર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3950394-thumbnail-3x2-tiktok.jpg)
વડોદરાના PSIનો ટીકટોક વીડિયો થયો વાયરલ
વડોદરાના PSIનો ટીકટોક વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા ટીકટોક પર ડાન્સ અને ફિલ્મી ગીતો સહિત ફની વીડિયો મૂકવાનો હાલ ક્રેઝ ચાલી રહ્યો છે. જેમાં પોલીસ તંત્ર પણ હવે બાકાત નથી. વડોદરાના PSIનો ટીકટોક વીડિયો થયો વાયરલ છે. PSI અરૂણ મિશ્રાએ પોતાની ઓફિસમાં બેઠા-બેઠા વીડિયો બનાવ્યો હતો. જે બાદ ટીકટોક પર અપલોડ કર્યો હતો. ટીકટોક પર અપલોડ થતાની સાથે જ PSIનો વીડિયો વાયરલ થયો હતો.