ગુજરાતના ઇન્ચાર્જ DGP વિકાસ સહાયની વડોદરા મુલાકાત વડોદરા : ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે ફરજ બજાવતા આશિષ ભાટીયા ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. આશિષ ભાટિયા બાદ ગુજરાતના પોલીસ વડાની જવાબદારી કોને સોંપવામાં આવશે તે અંગે લાંબા સમયથી ચર્ચા વિચારણા ચાલી રહી હતી. તેમાં આશિષ ભાટીયા નિવૃત્ત થતાં ગુજરાતના ઇન્ચાર્જ DGP તરીકે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સહાયના નામની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના ઇન્ચાર્જ DGPનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત વિકાસ સહાય વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિવિધ મુદ્દાઓ અંગે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો :Surat Crime : પોલીસને મળેલા વિડીયોએ આરોપીનું પગેરું આપ્યું, યુવકનો મૃતદેહ કાર સાથે 12 કિમી ઘસડાયો હતો
પ્રથમ વખત વિકાસ સહાય મુલાકાત : આશિષ ભાટીયા નિવૃત્ત થતાં ગુજરાતના ઇન્ચાર્જ DGP તરીકે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સહાયના નામની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP તરીકે વિકાસ સહાયની પસંદગી કરાયા બાદ તેઓ રાજ્યના વિવિધ જિલ્લાની મુલાકાત લઇ રહ્યા છે, ત્યારે તેઓ વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા. વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી ઇન્ચાર્જ DGP વિકાસ સહાયએ વડોદરા શહેર તેમજ રેંજના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. DGPનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત વિકાસ સહાય શહેરની મુલાકાતે પહોંચ્યા હતા.
આ પણ વાંચો :સબ ઇન્સ્પેક્ટરની બદલી થતા પોલીસ બેડામાં ચકચાર
પોલીસની લગતી બાબતો પર ચર્ચા : આ મુલાકાત અંગે ઇન્ચાર્જ DGP વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, રાજ્યના DGP તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી અલગ અલગ એકમોમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી સાથેની શુભેચ્છા મુલાકાતની શૃંખલામાં આજે હું વડોદરા શહેરની મુલાકાત માટે આવ્યો છું. આજે વડોદરા શહેરના તમામ અધિકારીઓ, વડોદરા રેન્જના અધિકારીઓ તથા વડોદરા રેન્જમાં આવેલા એસ.આર.પી ગૃપ્સના સેનાપતિઓ, વીટીએસ વડોદરા તાલીમ સંસ્થાના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, વડોદરા શહેર અને રેન્જના ખુબ જ ટૂંકમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ ક્રાઇમની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી છે. ખાસ કરીને તમામ અધિકારીઓ સાથે મારી ઓળખાણ થઇ જાય અને પોલીસની લગતી મહત્વની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી છે.