ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારના શૈક્ષણિક પરિપત્રને લઈને બાળકોના ભવિષ્ય માટે વાલીઓ મુંઝવણમાં, કચેરીએ નાખ્યા ધામા - New Education Policy 2023

વડોદરાની DEO કચેરીએ (parents at DEO office Vadodara) મોટી સંખ્યામાં વાલીઓના ધામા હતા. સરકાર અને શાળા દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને લઈ વાલીઓ ચિંતિત જોવા મળ્યા હતા. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ વિગતવાર. (Gujarat Govt Education Circular)

સરકારના શૈક્ષણિક પરિપત્રને લઈને બાળકોના ભવિષ્ય માટે વાલીઓ મુંઝવણમાં, કચેરીએ નાખ્યા ધામા
સરકારના શૈક્ષણિક પરિપત્રને લઈને બાળકોના ભવિષ્ય માટે વાલીઓ મુંઝવણમાં, કચેરીએ નાખ્યા ધામા

By

Published : Dec 19, 2022, 4:21 PM IST

વડોદરાની DEO કચેરીમાં વાલીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા

વડોદરા : હવે કોઈ પણ બાળક જે તે શૈક્ષણિક વર્ષમાં 1 જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં નહીં આવે. શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22, અને 2022-23 દરમિયાન કોઈ બાળક તે (Gujarat Govt Education Circular) શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલા હશે, તો તેમને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈને મૂંઝવણમાં મૂકાયેલા વાલીઓએ વડોદરાની DEO કચેરીએ જઇ અધિકારીને રજૂઆત કરી હતી. (Academic year 2023)

મોટી સંખ્યામાં વાલીઓની હાજરી વહેલી સવારે મોટી સંખ્યામાં વાલીઓએ DEO કચેરીએ (Vadodara DEO office) ધામા નાખ્યા હતા. સરકાર દ્વારા જૂન 2023થી જે બાળક 6 વર્ષ પૂર્ણ હશે તેને જ શાળામાં પ્રવેશ આપવામાં આવશેનો પરિપત્ર જાહેર કર્યો હતો. જેનું શાળા અને સરકાર દ્વારા યોગ્ય પ્રચાર પસાર ન કરાતા કેટલાક વાલીઓને આ અંગે પૂરતી માહિતી ન હોવાથી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. બાળકોના ભવિષ્યની સાથે સાથે આર્થિક ખર્ચાને લઈને પણ વાલીઓ ચિંતિત હોવાથી આજ રોજ મોટી સંખ્યામાં વાલીઓએ DEO કચેરી પહોંચી અધિકારીને રજૂઆત પત્ર આપ્યો હતો.

આ પણ વાંચોમુસાફરી પાસ માટે વિધાર્થીઓ અટવાયા, તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં મસ્ત

વાલીઓ શું કહી રહ્યા છેઆ અંગે વાલી કિંજલ શાહે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ જે અમલમાં મૂકવામાં આવી. તેમાં સૌ પ્રથમ 31 જાન્યુઆરી 2020ના રોજ એક નોટિફિકેશન બહાર પાડી જેમાં સરકારના કહેવા પ્રમાણે જે બાળકે 1 જૂન 2023ના રોજ 6 વર્ષ પૂરા કર્યા હશે. તેને જ ધોરણ 1માં પ્રમોટ કરાશે. ત્યારે પ્રશ્ન તે ઉભો થઈ રહ્યો છે કે, સરકારે જ્યારે પરિપત્ર બહાર પાડ્યું તે પહેલા એડમિશનની પ્રોસેસ કેજી લેવલમાં સમાપ્ત થઈ ગઈ હતી. જેમાં ફીની પ્રોશેસ પણ પૂર્ણ થઈ ગઈ હતી. આ બાળક અત્યારે સિનિયર કેજીમાં આવી ગયો છે. ત્યારે અત્યારે ગુજરાતમાં હજારો બાળકોને એક વર્ષ રિપીટ કરવાનું કે એક વર્ષ ડ્રોપ કરવાનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. એટલે અત્યારે અમે તમામ વાલીઓ એકત્રિત થઈ ગુજરાત સરકારને આનો અમલ એક વર્ષ મોકૂફ રાખવા રજૂઆત કરી રહ્યા છે. જેથી ગુજરાતના હજારો બાળકોનું એક વર્ષ બગડતું અટકી શકે તેમ છે. અમે આજે DEO કચેરીમાં એક રિકવેસ્ટ લેટર આપી રહ્યા છે. સાથે સાથે તેમના નોટિફિકેશનની કોપી પણ આપી રહ્યા છે. (Guardians at DEO office Vadodara)

આ પણ વાંચોબે વાર બેઠક કરી પણ પડતર પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથીઃ શૈક્ષણિક મહાસંઘ

નીતિવિષયક બાબતે જે યોગ્ય હશે તે કરીશુંઆ અંગે વહીવટી અધિકારી બી.જે. વણઝારાએ જણાવ્યું હતું કે, આ બાબત નીતિ વિષયક છે અને આ બાબતે સરકારે જાહેરાત કરી હતી અને વેબસાઈટ પર પરિપત્રો મુકવામાં આવ્યા છે કે 3 વર્ષ સિવાય પ્રિ પ્રયમરીમાં એડમિશનઆપવુ નથી છતાં પણ આવું થયું હશે. તો તેનું સર્વે કરી કેટલા બાળકો છે તે અંગે અમે આગળ રજુઆત કરીશું. (class 1 admission Age)

ABOUT THE AUTHOR

...view details