વડોદરાઃ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ ગુજરાત રાજ્ય (Gujarat Government Employee) સંયુક્ત મોરચા દ્વારા વિવિધ પડતર માંગને લઈ સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વડોદરા જિલ્લા પંચાયત ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થઇ પોસ્ટર-બેનરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જૂની પેંશન યોજનાનો અમલ કરવા મામલે, નિવૃત્તિ વય મર્યાદા વધારવી ,સાતમા પગાર (Seventh Pay commission) પંચનો અમલ કરવો સહિતની 16 માંગ સરકાર સમક્ષ મુકવામાં આવી છે. જેનો કોઈ પ્રકારનો નિવેડો ન આવતા કર્મચારીઓ હડતાલ પર ઊતર્યા હતા.
સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી, 7માં પગારપંચનો અમલ કરો - Vadodara Gujarat Government Employee Union
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા (Gujarat Government Employee) તરફથી વિવિધ પડતર માંગને (Seventh Pay commission) લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેને લઈ વડોદરામાં સરકારી કર્મચારીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ તમામ કર્મચારીઓએ સરકાર સામે પોસ્ટર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સરકારની સામે સુત્રોચાર કરીને રેલી કાઢી હતી.
સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી, 7માં પગારપંચનો અમલ કરો
16 માંગને લઈ વિરોધ પ્રદર્શનઃ સરકારી કર્મચારીઓએ જિલ્લા પંચાયતથી રેલી કાઢી હતી. વિવિધ 16 માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓ એ સરકાર સામે બાયો ચઢાવી છે. રેલીમાં વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત, આણંદ,. ભરૂચ, છોટા ઉદેપુર, સહિતના જિલ્લાના સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો.
Last Updated : Sep 12, 2022, 8:58 AM IST