ગુજરાત

gujarat

ETV Bharat / state

બાહુબલીને હરાવવા ભાજપે કટપ્પાને ઉતાર્યા મેદાને, વાઘોડિયા બેઠક પર થશે જોરદાર ખેંચતાણ - Aam Aadmi Party Gujarat

રાજ્યમાં સૌથી ચર્ચાસ્પદ અને ધ્યાન આકર્ષિત કરે તેવી બેઠકોમાંથી એક બેઠક છે વડોદરાની વાઘોડિયા બેઠક. આ બેઠક (vaghodia assembly constituency) પરથી ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકીટ કાપીને આ વખતે અશ્વિન પટેલ (કોયલી)ને (Ashwin Patel BJP Candidate For Vaghodia) મેદાને ઉતાર્યા છે. ત્યારે હવે મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastav Independent Candidate) આ જ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે. એટલે અહીં ચતુષ્કોણીય જંગ જોવા મળશે.

બાહુબલીને હરાવવા ભાજપે કટપ્પાને ઉતાર્યા મેદાને, વાઘોડિયા બેઠક પર થશે જોરદાર ખેંચતાણ
બાહુબલીને હરાવવા ભાજપે કટપ્પાને ઉતાર્યા મેદાને, વાઘોડિયા બેઠક પર થશે જોરદાર ખેંચતાણ

By

Published : Nov 15, 2022, 11:22 AM IST

વડોદરાશહેરની 136 વાઘોડિયા બેઠક (vaghodia assembly constituency) પર આ વખતે કાંટે કી ટક્કર જેવી પરિસ્થિતિ જોવા મળશે. ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે પાર્ટીમાંથી ટિકીટ કપાતા અને નારાજ થયેલા બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastav Independent Candidate) આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. એટલે તેઓ આ ચૂંટણીમાં (Gujarat election 2022) ભાજપની સાથે નહીં પણ સામે છે. ત્યારે ભાજપે તેમને હરાવવા કટપ્પાની ભૂમિકામાં અશ્વિન પટેલને ટિકીટ (Ashwin Patel BJP Candidate For Vaghodia) આપી છે.

વાઘોડિયા બેઠકનું વિશ્લેષણવાઘોડિયા વિધાનસભા બેઠક (vaghodia assembly constituency) હેઠળ વાઘોડિયા તાલુકો તદુપરાંત વડોદરા તાલુકાના ગામો જેવા કે, સોખડા, પદમલા, અનગઢ, અજોદ, આસોદ, વિરોદ, શિશવા, દશરથ, ધાનેરા, કોયલી, કોટના, દૂમાડ, દેના, સુખલીપુર, અમલિયારા, કોટાલી, વેમાલી, ગોરવા, શેરખી, નંદેશરી, રણોલી, પેટ્રોકેમિકલ કોમ્પલેક્સ, કરચિયા, જી.એસ.એફ.સી. કોમ્પલેક્સ, બાજવા, જવાહરનગર (ગુજરાત રિફાઇનરી) સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.

વર્ષ 1992થી આ બેઠક ઉપર ભાજપાનો દબદબોવર્ષ 1992થી ભાજપનું અહીં પ્રભુત્વ રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કૉંગ્રેસ 2 પક્ષો વચ્ચે ખરાખરીનો ખેલ હતો, પરંતુ હવે આ વર્ષે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) તરીકે નવો પક્ષ ગુજરાતમાં ચૂંટણી (Gujarat election 2022) લડવા તૈયાર થયો છે. ત્યારે વાઘોડિયા બેઠક (vaghodia assembly constituency) ઉપર હવે જોરદાર જંગ ખેલાવાનો છે.

અપક્ષ ઉમેદવાર પહોંચાડી શકે છે નુકસાનઅહીં ભાજપે અશ્વિન પટેલ (કોયલી) (Ashwin Patel BJP Candidate For Vaghodia), કૉંગ્રેસે સત્યજિતસિંહ ગાયકવાડ, આપે ગૌતમ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. જ્યારે ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા (સંભવિત) અને હાલના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને ગત ચૂંટણીમાં (Gujarat election 2022) મોટો પડકાર ઊભો કરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ વખતે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી મેદાનમાં ઉતાર્યા છે.

છેલ્લી 6 ટર્મથી મધુ શ્રીવાસ્તવ વિજેતાઅહીંયાં છેલ્લી 6 ટર્મથી ભાજપમાંથી મધુ શ્રીવાસ્તવ સતત ચૂંટણી (Gujarat election 2022) જીતી રહ્યા છે. વાઘોડિયા વિધાનસભા 2 વિસ્તારમાં વહેંચાયેલી છે. વડોદરા તાલુકાના ગામો તેમ જ વાઘોડિયા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આમાં શહેરી વિસ્તારના મત પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

વાઘોડીયા વિધાનસભા મત વિસ્તારનાં મતદારોનું વિશ્લેષણવાઘોડિયા વિધાનસભામાં (vaghodia assembly constituency) કુલ 2,42,473 મતદારો છે. આમાં પુરૂષ મતદારો 1,25,454 અને સ્ત્રી મતદારો 1,18,016 આ મત વિસ્તારમાં 55.27 ટકા ગ્રામીણ વિસ્તારમાં છે અને 44.73 ટકા વસ્તી શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. કુલ વસ્તીમાં 5.86 ટકા એસ.સી મતદારો, 14.96 ટકા એસ.ટી મતદારો આ ઉપરાંત પાટીદાર અને ક્ષત્રિય મતદારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વર્ષ 2017ની ચૂંટણીમાં આ બેઠક ઉપર 76.90 ટકા મતદાન થયું હતું

2012 અને 2017 ની ચૂંટણીનાં પરિણામનું વિશ્લેષણવર્ષ 2012માં ભાજપના મધુ શ્રીવાસ્તવને 65851 મત જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર જયેશ પટેલને 60063 મત મળ્યા હતાં, જેથી મધુ શ્રીવાસ્તવનો 5788 મતથી વિજય થયો હતો. 2017ની વાત કરીએ તો ભાજપના મધુ શ્રીવાસ્તવને 63,049 મત મળ્યા હતા અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 52,739 મત મળ્યા હતા અને સતીશ મકવાણાને 32942 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં કૉંગ્રેસે બીટીપી સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારે બીટીપીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાને 9,812 મત મળ્યા હતા. ત્રણ ઉમેદવાર અપક્ષ ઉભા રહ્યા છતાંય મધુ શ્રીવાસ્તવનો 10375 વિજય થયો હતો. જ્યારે વાઘોડિયા 136 વિધાનસભાની વાત કરવા જઈએ તો, અહીયાં ક્ષત્રિય સમાજ તેમજ આદિવાસી સમાજનું પ્રભુત્વ રહેલું છે. હવે વાઘોડિયામાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં (Gujarat election 2022) આ વખતે કોણ બાજી મારી જાય છે તે જોવું રહ્યું.

વાઘોડિયા મતવિસ્તારના વિકાસની વાતોવિકાસલક્ષી કામો વાઘોડિયાના (vaghodia assembly constituency) ગામડે ગામડે ઘરે ઘરે પીવાનું પાણી પહોચ્યું છે તેવું લોકો માની રહ્યા છે. તેમ જ રોડરસ્તા, ગટરલાઈનની પૂરતી સુવિધાઓ છે. અહીયાં 5 જેટલી યુનિવર્સિટી આવેલી છે. શિક્ષણ ક્ષેત્રે વાઘોડિયા ખૂબ આગળ છે. ઇન્ડસ્ટ્રીયલ એરીયા વાઘોડિયા જી.આઈ.ડી.સી.માં ઘણી જાણીતી કંપનીઓ આવેલી છે. પરિણામે સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે છે. આજુબાજુના ગામડાઓ અને તાલુકાનાં સ્થાનિક લોકોને રોજીરોટી મળી રહે છે. ખેડૂતોને ખેતીના વિકાસ માટે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ છે તેવું ભાજપના પૂર્વ નેતા મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

ભાજપ કૉંગ્રેસ સહિતના પક્ષો માટે મુખ્ય પડકારો2022ની ચૂંટણીમાં (Gujarat election 2022) ભાજપે અશ્વિન પટેલ (કોયલી)ને (Ashwin Patel BJP Candidate For Vaghodia) ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ બેઠક ઉપરના ભાજપના જ હાલના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે અને તેમને આ ચૂંટણીના જંગમાં ઝૂકાવવાનું નક્કી કર્યું છે, ત્યારે તેઓ ભાજપ સામે એક મોટો પડકાર ઊભો કરી શકે છે. કૉંગ્રેસ પક્ષે આ ચૂંટણીમાં વડોદરાના પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડને મેદાનમાં ઉતાર્યા છે. સ્થાનિક કાર્યકરો નારાજ થતાં બળવો થયાંની સ્થિતિ છે.

આપે નવા ચહેરાને ઉતાર્યો મેદાને સામા પક્ષે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party Gujarat) નવાં જ ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે. તેમ જ સ્થાનિક આગેવાન ધર્મેન્દ્રસિંહ વાઘેલા (અપક્ષ) પણ મુખ્ય રાજકીય પક્ષોને જોરદાર ટક્કર આપવા સજજ છે. આથી હાલ વાઘોડિયા વિધાનસભા બેઠક (vaghodia assembly constituency) ઉપરની આ ચૂંટણીમાં રસાકસીભર્યો માહોલ સર્જાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. તો સ્થાનિક સમસ્યાઓ પણ પરિણામ માટે મુખ્ય પરિબળ બની રહેશે.

વિવિધ સમસ્યાઓ ઊભી કરી શકે છે સમસ્યા વાઘોડિયા વિધાનસભા મતવિસ્તાર (vaghodia assembly constituency) માટે આ વખતે મુખ્યત્વે સ્થાનિક ઉદ્યોગોમાં અહીંના યુવાનોની રોજગારીનો પ્રશ્ન, કેટલાક વિસ્તારમાં પીવાનાં પાણીની સમસ્યા, પારાવાર ગંદકીના કારણે ઉભી થયેલી મચ્છરોની સમસ્યા તથા કેટલાક વિસ્તારોમાં બિસમાર મુખ્ય માર્ગોની સમસ્યા પણ આ વખતે પરિણામ ઉપર નિર્ણાયક અસર ઉભી કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details