ગુજરાત

gujarat

ETV Bharat / state

કૉંગ્રેસે સત્તાપક્ષની ઊંઘ હરામ કરનાર નેતાને ઉતાર્યાં મેદાને, સંસ્કારીનગરીની સયાજીગંજ બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ - Swejal Vyas AAP Candidate for Sayajigunj

વડોદરાની સયાજીગંજ વિધાનસભા બેઠક (Sayajigunj Assembly Constituency) પર આ વખતે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય વચ્ચે ત્રિપાંખીયો જંગ થશે. ભાજપે આ વખતે શહેરના જ મેયરને જ (Vadodara Keyur Rokadia BJP Candidate) મેદાને ઉતાર્યા છે. જ્યારે કૉંગ્રેસે તેમનાં લડાયક નેતાને ટિકીટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ એક નવા જ ચહેરાને તક આપી છે ત્યારે આ બેઠક પર અનુભવી બાજી મારે છે કે પછી નવા નિશાળિયા ઉમેદવાર જીતી (Gujarat Election 2022) જશે તે અંગે જોઈએ આ અહેવાલ.

સંસ્કારીનગરીની સયાજીગંજ બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ, કૉંગ્રેસે સત્તાપક્ષની ઊંઘ હરામ કરનાર નેતાને ઉતાર્યા મેદાને
સંસ્કારીનગરીની સયાજીગંજ બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ, કૉંગ્રેસે સત્તાપક્ષની ઊંઘ હરામ કરનાર નેતાને ઉતાર્યા મેદાને

By

Published : Nov 15, 2022, 2:13 PM IST

Updated : Nov 15, 2022, 2:24 PM IST

વડોદરારાજ્યમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) માટે રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. પ્રચારથી લઈને ઉમેદવારોને જીતાડવા માટે જનસંપર્ક સુધીના કાર્યક્રમો નેતા કરી રહ્યા છે. નેતાઓ પોતાની એસી ચેમ્બર છોડીને પ્રજાની વચ્ચે પ્રચાર કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે વાત કરીએ વડોદરાની સયાજીગંજ વિધાનસભા બેઠક (Sayajigunj Assembly Constituency) પરની. અહીંથી ભાજપે શહેરના મેયર કેયૂર રોકડિયાને (Vadodara Keyur Rokadia BJP Candidate) જ ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે આ વખતે અહીં ત્રિપાંખીયાની જંગ એટલે કે બીગ ફાઈટજોવા મળશે તે નક્કી છે.

ત્રણેય પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર સયાજીગંજ (142) વિધાનસભા બેઠકની (Sayajigunj Assembly Constituency) વાત કરીએ તો, આ બેઠક પર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું (Gujarat Election 2022) ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કારણ કે, ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આ બેઠકના ઉમેદવારો જાહેર થઇ ગયાં છે. આ સાથે ત્રિપાંખીયા જંગના મંડાણ સર્જાઈ રહ્યા છે.

આપના ઉમેદવાર ચર્ચાસ્પદ સયાજીગંજ વિધાનસભા બેઠક (Sayajigunj Assembly Constituency) પર આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party Gujarat) ઉમેદવાર સ્વેજલ વ્યાસને ટિકીટ આપી છે. આ ઉમેદવાર આમ આદમી પાર્ટીમાં અંતિમ ઘડીએ આવેલો ચહેરો છે અને વડોદરા શહેર માટે જાણીતો ચહેરો છે. કરણ કે, હંમેશા સામાન્ય જનતાની મુશ્કેલીઓ માટે સતત અવાજ ઊઠાવતા આવ્યા છે. સ્વેજલ વ્યાસ દ્વારા ટીમ રેવોલ્યૂશનના સભ્ય છે. તેઓ સરકાર સામે હંમેશા લડતા આવ્યા છે. દૂધના ભાવ વધતા તેમણે લોકોને દૂધ ફ્રી આપ્યું હતું. પેટ્રોલના ભાવ વધતા પેટ્રોલ ફ્રી આપ્યું અને આખરે શાકભાજીમાં લીંબુનો ભાવ આસમાને જતા લીંબું ફ્રી આપી સરકાર સામે હંમેશા આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા આવ્યા છે. ત્યારે આખરે સયાજીગંજ વિધાનસભા બેઠક (Sayajigunj Assembly Constituency) પર આમ આદમી પાર્ટી દ્વારા ટિકીટ આપવામાં આવી છે.

કૉંગ્રેસે લડાયક નેતાને ઉતાર્યાં મેદાનેસયાજીગંજ વિધાનસભા બેઠક (Sayajigunj Assembly Constituency) પર કૉંગ્રેસના ઉમેદવાર તરીકે અમી રાવતને ટિકીટ આપવામાં આવી છે. અમી રાવતની (Amee Ravat Congress Candidate for Sayajigunj) વાત કરવામાં આવે તો ખૂબ જાણીતો ચહેરો છે. તેઓ એક પર્યાવરણવિદ્ છે. સાથે છેલ્લા 2 ટર્મથી વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. તેઓ હાલમાં વડોદરા મહાનગરપાલિકામાં (Vadodara Municipal Corporation) વિપક્ષ નેતા અને લડાયક નેતા તરીકેની છાપ છે.

કૉંગી ઉમેદવારે સત્તાધારી પક્ષની ઊંઘ હરામ કરી છે અમી રાવત (Amee Ravat Congress Candidate for Sayajigunj) હંમેશા સત્તાધારી પક્ષને પોતાની ભૂલો અને બાકી રહેલા કામોને યાદ આપવી સત્તાધારી પક્ષની ઊંઘ હરામ કરી છે એટલે કે તેઓ એક જાગૃત અને શસક્ત નેતા તરીકે ઉભરી આવ્યા છે. અમી રાવતને કોંગ્રેસ દ્વારા સયાજીગંજ વિધાનસભા બેઠક ની જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ હંમેશા એક લડાયક નેતા તરીકે ઉભરી આવ્યા છે.

આ બેઠક ભાજપનો ગઢ સયાજીગંજ વિધાનસભા બેઠક (Sayajigunj Assembly Constituency) હંમેશા ભાજપનો ગઢ રહી છે. ભાજપના નેતા અને સતત અહીં જીતતા જીતેન્દ્ર સુખડીયા સ્વૈચ્છીક રીતે ઉમેદવારી ન કરવાનું અગાઉથી જ ફરમાવ્યું હતું. ત્યારે ભાજપ માટે આ બેઠક પર નવો ચહેરો અને ઉમેદવારોની લાંબી હરોળના પગલે ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ થયો અને આખરે વડોદરા શહેરના મેયર કેયૂર રોકડિયાને (Vadodara Keyur Rokadia BJP Candidate) આ બેઠક પર ભાજપ દ્વારા ઉતારવામાં આવ્યા છે. ત્યારે સતત યુવાનોનો અવાજ બનતા કેયૂર રોકડીયા યૂવા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે. સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકેની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

સૌથી વધુ ઓબીસી જાતિ છે સયાજીગંજ વિધાનસભા જનરલ બેઠક (Sayajigunj Assembly Constituency) પર કુલ 3,00,569 મતદારો નોંધાયા છે. આમાં પુરૂષ મતદારોની સંખ્યા 1,53,901 છે. તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,46,635 નોંધાયા છે. જ્યારે અન્ય મતદારોની સંખ્યા 33 નોંધાઈ છે. આ બેઠક પર ઓબીસી મતદારોની સંખ્યા સૌથી વધુ છે. આ બેઠક છાણી-નવાયાર્ડ વિસ્તારનું પ્રભુત્વ છે. વડોદરા શહેરમાં સયાજીગંજ વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઓબીસી જાતિ સાથે અન્ય જાતિના લોકો વસે છે. ઓબીસી મતદાર વધુ હોવાના કારણે છેલ્લા ચાર ટર્મથી ભાજપનો ભગવો આ બેઠક પર લહેરાઈ રહ્યો છે.

ભાજપના પૂર્વ નેતાએ ચૂંટણી ન લડવાની સ્વૈચ્છિક જાહેરાત કરી હતી વર્ષ 2017માં આ બેઠક પર (Sayajigunj Assembly Constituency) ભાજપ પક્ષ તરફથી છેલ્લા 4 ટર્મથી ચૂંટાતા જિતેન્દ્ર સુખડીયા અને કૉંગ્રેસ પક્ષના નરેન્દ્ર રાવત પોતાની ઉમેદવારી પ્રજા સમક્ષ મૂકી હતી. તેમાં જિતેન્દ્ર સુખડીયા 99,957 મત મળ્યા હતા. તો નરેન્દ્ર રાવતને 40,825 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠક પર સતત જીત મેળવતા ભાજપના જીતેન્દ્ર સુખડિયા સ્વૈચ્છિક રીતે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે

ભાજપે નવા ચહેરાને આપી તક આ બેઠક પર નવો ચહેરો એટલે કે વડોદરા શહેર મેયર કેયુર રોકડીયાને (Vadodara Keyur Rokadia BJP Candidate) મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા વિપક્ષ નેતા અમી રાવતને (Amee Ravat Congress Candidate for Sayajigunj) આ બેઠક પર કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. તો આમ આદમી પાર્ટીનો યુવા ચહેરો એટલે સ્વેજલ વ્યાસ હંમેશા આચાર્ય જનક (Swejal Vyas AAP Candidate for Sayajigunj) પ્રોગ્રામમાં આપવા માટે જાણીતા છે અને હંમેશા મોંઘવારી સામે વિરોધ કરનાર યુવા ચહેરાને આપ દ્વારા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે આ બેઠક પર ચોક્કસથી ત્રિપંખીયો જંગ જોવા મળશે.

Last Updated : Nov 15, 2022, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details