ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાન વિજય રૂપાણી બીમાર થતાં સી.આર.પાટીલે આપ્યું નિવેદન - vadodara news

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર જંગમાં ઉતરેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં સભા સંબોધી હતી. આ સભા દરમિયાન તેમને ચક્કર આવતા સ્ટેજ પર જ તેઓ ઢળી પડ્યા હતા. જો કે, બ્લડ પ્રેશર લો થતાં ડોક્ટરે સારવાર આપતા તેઓ સ્વસ્થ થયા હતા. ત્યારે આ મામલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, તેઓને છેલ્લા બે-ત્રણ દિવસ તાવ હતો.

vadodara
vadodara

By

Published : Feb 15, 2021, 7:00 AM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ચક્કર આવતા સ્ટેજ પર ઢળી પડ્યા
  • વડોદરામાં સભા સંબોધતા સમયે ઢળી પડ્યા
  • તેઓને છેલ્લા 2-3 દિવસથી તાવ હતો: સી.આર.પાટીલે
  • અમે તેમને સભા રદ્દ કરવા પણ જણાવ્યું હતું: સી.આર.પાટીલે

વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ગુજરાતની દરેક રાજકીય પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારોને જીતાડવા માટે મેદાનમાં ઉતરી ગઈ છે. જાહેર સભાઓ અને રોડ શો થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પણ ઉમેદવારોને જીતાડવા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ જાહેર સભાઓ સંબોધી રહ્યા છે. રવિવારના રોજ વડોદરામાં મુખ્યપ્રધાન રૂપાણીની જાહેર સભા હતી. જો કે, જ્યારે રૂપાણી જાહેર સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડતા અચાનક ઢળી પડ્યા હતા. સ્ટેજ ઉપર હાજર તમામ નેતાઓ અને સુરક્ષા કર્મીઓએ તેમને સંભાળી લીધા હતા.

સતત ચૂંટણી પ્રચારને લઈને બ્લડ પ્રેશર લો થયું હતું

મુખ્યપ્રધાન વિજય રૂપાણીને તાત્કાલિક સારવાર આપતા સ્વસ્થ થયા છે. ત્યારે સતત ચૂંટણી પ્રચારને લઈને બ્લડ પ્રેશર લો થતાં તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યારે સી.આર.પાટીલે જણાવ્યું કે, તેમને 2-3 દિવસથી તાવ હતો અને જામનગર સભામાં આવ્યા ત્યારે પણ તેઓ થોડા થાક અને તણાવમાં હતા. અમે તેમને આરામ માટે કહ્યું હતું, પરંતુ તેમને ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને સભામાં હું આવીશ તેવું જણાવ્યું હતું.

CM વિજય રૂપાણી બીમાર થતાં સી.આર.પાટીલે આપ્યું નિવેદન

હાલ વિજય રૂપાણીની સારવાર યુ.એન.મેહતા હોસ્પિટલમાં ચાલી રહી છે

આ સમગ્ર મામલે હાલ વિજય રૂપાણીને યુ.એન.મેહતા હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. ત્યારે ચાલુ સભાએ સી.આર.પાટીલને ફોન આવતા તેઓએ તેમની સભા ટૂંકાવીને સીધા એરપોર્ટ અને ત્યાંથી સીધા યુ.એન.મહેતા. હોસ્પિટલ પહોચ્યાં હતા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details