વડોદરાઃ શહેરીજનોએ બજેટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મોંઘવારીના માર(Gujarat Budget 2022) વચ્ચે શહેરીજનો નાગરિકો પીસાઇ રહ્યાં છે. રાજ્ય સરકારે મોંઘવારી પર અંકુશ આવે તેવું બજેટ આપવું જોઈએ. સાથે સાથે શહેરીજનો દ્વારા GST પર કાબૂ મેળવવાની માગ કરી છે. તો શહેરીજનોનું માનવું છે કે, આ વર્ષે વિધાનસભાની ચૂંટણી (Assembly elections)આવી રહી છે એટલે ગરીબ અને મધ્યમવર્ગ માટેનું બજેટ આવે તેવી આશા સેવી રહ્યા છે.
વડોદરાવાસીઓની આશા અપેક્ષા આ પણ વાંચોઃGujarat Budget 2022: આજથી શરૂ થશે વિધાનસભા સત્ર, 3 માર્ચે રજૂ થશે બજેટ
ગુજરાત વિધાનસભાનું બજેટ
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી ગુજરાત વિધાનસભાનુંબજેટસત્ર શરૂ થયું છે. 3 માર્ચે ગુજરાત રાજ્યનું વર્ષ 2022–23નું આશરે 2.35 લાખ કરોડનું અંદાજપત્ર નાણાંપ્રધાન કનુ દેસાઇ(Finance Minister Kanu Desai) સૌ પ્રથમ વખત રજૂ કરશે. આગામી વર્ષ ચૂંટણીનું હોવાથી ચૂંટણીલક્ષી બજેટ આવી શકે છે. જેમાં ખેડૂતો, યુવાનોની સાથે ઉદ્યોગકારોને લાભદાયી યોજનાઓની ભરમાર પણ આવી શકે છે. નાણાંપ્રધાન કનુ દેસાઇના બજેટમાં આગામી વિધાનસભાની ચૂંટણીના ચોક્કસપણે પડઘા જોવા મળશે.
આ પણ વાંચોઃGujarat Budget Session 2022: આજે વિધાનસભા સત્ર પહેલા યોજાશે કેબિનેટ બેઠક, નવા પ્રોજેકટ પર થશે ચર્ચા