ગુજરાત

gujarat

ETV Bharat / state

GSEB SSC Result 2022: ધોરણ 10માં સમિધા પટેલ સાયકલિંગ સાથે ઉત્કૃષ્ટ પરિણામ - Statue of Unity Cycling from Porbandar

ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું(GSEB SSC Result 2022) છે. વડોદરા જિલ્લાનું કુલ પરિણામ 61.21 ટકા રહ્યું છે. ધોરણ 10માં અભ્યાસ કરતી સમિધા પટેલ સાયકલિંગ સાથે 92.77 ટકા મેળવી ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરી આવી છે. સમિધા પટેલે બોર્ડની પરીક્ષા સામે હોવા છતાં પોરબંદરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી યુનિટી સુધી 547 કિલોમીટર સાયકલિંગ કરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.

GSEB SSC Result 2022: ધોરણ 10માં સમિધા પટેલ સાયકલિંગ સાથે ઉત્કૃષ્ટ પરિણામ
GSEB SSC Result 2022: ધોરણ 10માં સમિધા પટેલ સાયકલિંગ સાથે ઉત્કૃષ્ટ પરિણામ

By

Published : Jun 6, 2022, 2:57 PM IST

વડોદરા: ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં 37,758 વિદ્યાર્થીઓએ પરીક્ષા( SSC 10th Result 2022)આપી હતી જેમાંથી એ વન ગ્રેડ ધરાવતા 478 વિદ્યાર્થીઓ તો બી ગ્રેડ ધરાવતા 2,505 વિદ્યાર્થીઓ (GSEB SSC Result 2022)આવ્યા છે. વડોદરા જિલ્લાનું કુલ પરિણામ 61.21 ટકા રહ્યું છે. ધોરણ 10માં અભ્યાસ કરતી સમિધા પટેલ સાયકલિંગ સાથે 92.77 પી આર મેળવી ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરી આવી છે.

પરિણામ

સાયકલિંગ કરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો -ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા (Standard 10 result )લેવામાં આવતી ધોરણ 10 અને 12 ની પરીક્ષા જ્યારે આવે છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ માનસિક તણાવમાં આવી જતા હોય છે. વડોદરાની ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આપનાર સમિધા પટેલે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા સામે હોવા છતાં પોરબંદર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી યુનિટી સુધી 547 કિલોમીટર સાયકલિંગ કરી(Bicycle From Porbandar To Statue Of Unity)સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. સાથે 12 વર્ષની ઉંમરે મનાલી થી લેહ લદાખ દરમિયાન 517 કિલોમીટર સાયકલિંગ કરી વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો હતો.

આ પણ વાંચોઃધોરણ 10ના પરિણામમાં સુરતી લાલાઓએ માર્યું મેદાન

દેશને ગોલ્ડ મેડલ આપવું નહીં ત્યાં સુધી સાયકલિંગ કરીશ -નોંધનીય છે કે તેણે સાયકલિંગ સાથે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા તૈયારી કરીને 92.77 પી આર મેળવી ઉત્તીર્ણ થઈ છે. સમિધા પટેલે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં મારી કાશ્મીર થી કન્યાકુમારી સુધીની સાયકલિંગ યાત્રા કરવાની ઇચ્છા છે અને પૂર્ણ કરીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને આચરી પૂર્ણ કરવા કટિબદ્ધ રહીશ સાથે સાયકલિંગ સાથે હું મારા ઉચ્ચ અભ્યાસને પણ ન્યાય આપીશ. સાયકલિંગ દ્વારા દેશનું ગૌરવ વધારવા સતત પ્રયત્નશીલ રહીશ. સાયકલિંગનો મને બાળપણ થી જ શોખ રહ્યો છે અને જ્યાં સુધી દેશને ગોલ્ડ મેડલ આપવું નહીં ત્યાં સુધી સાયકલિંગ કરતી રહીશ.

આ પણ વાંચોઃGSRTC બસો ઉપડી ગયા બાદ એજન્ટો ટ્રિપ કેવી રીતે કેન્સલ કરાવતા જૂઓ

સાયકલિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી -પિતા કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે હું ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા સમિધા બાળપણથી જ ભણવામાં તેજસ્વી છે એને સાયકલિંગમાં બાળપણથી શોખ છે. એના સાયકલિંગ ના શોખ સાથે ઉચ્ચ અભ્યાસ કરવામાં પણ એટલો જ રસ છે મારી દીકરી જ્યારે ધોરણ 10માં હતી ત્યારે તેને પોતાનો વિચાર સાઇકલિંગ કરવાનું મારી સમક્ષ મૂકયો ત્યારે મેં કોઈ પણ જાતના વિચાર કર્યા વગર મારી દીકરીને છૂટ આપી હતી. કારણ કે મને મારી દીકરી પર સંપૂર્ણ વિશ્વાસ હતો કે તે સાયકલ સાથે પોતાના અભ્યાસ પછી એ પણ એટલી જ જાગૃત છે, હાલમાં જે કોઈ પરિણામ મળ્યું છે એની મહેનતનું પરિણામ છે તેનાથી ખૂબ આવનાર દિવસોમાં જે તેને કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાયકલિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે જેમાં મારો અને પરિવારનો પૂરો સપોર્ટ છે.

ABOUT THE AUTHOR

...view details