વડોદરા : શહેર અને જિલ્લામાં યોજાનારી વિધાનસભાની (Voters in Vadodara 2022) ચૂંટણીને લઇ સૌ મતદારો મતદાન કરવા માટે ભારે ઉત્સુક છે. એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવા માટે થનગની રહી છે, તો બીજી તરફ શતાયુ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહ દાખવી રહ્યા છે. આવા એક શતાયુ મતદાર છે સવિતા બા ! આયુષ્યની સેન્ચુયરી વટાવી દીધા (Voters in Vadodara) બાદ તેઓ આ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે જવાના છે.
કોણ છે આ સવિતા બા 1922ના ઓક્ટોબર મહિનાની 6 તારીખે ભરૂચ જિલ્લાના આમોદમાં જન્મેલા અને 100 વર્ષની ઉંમરને આવજો કહીને 101માં વર્ષમાં પ્રવેશેલા સવિતાબેન શાહે પોતાનું બાળપણ આમોદમાં વિતાવ્યું હતું. સવિતા બાએ ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો હોવા છતાં તેઓ ખુબ ઉત્સાહી, કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહે છે ભરતગુંથણએ તેમનું ગમતું કામ હતું. પોતાનું કામ જાતે જ કરવું એમ કહેનાર સવિતાબેન આજેય શાકભાજી સમારવું, સમાચારપત્ર વાંચવું, કસરત કરવી અન્યને કોઈને કોઈ પ્રકારે મદદરૂપ બનવાની શુભ ભાવના રાખનાર સવિતાબાને પરિવારમાં 2 દીકરીઓ છે. (Shatayu voters in Gujarat)
કસરત કરવી જીવનમંત્ર સવિતાબેન શાહેના પતિનું 70 વર્ષ પહેલાં અવસાન થયું હોવાથી તેઓ 1970થી તેમની દીકરીના ઘરે વડોદરા શિફ્ટ થઇ ગયા હતા. સવિતાબાને તેમની ફિટનેસ બાબતે પૂછવામાં આવતાં તેઓ જણાવે છે કે, જેમ બને તેમ ઘરનું અને સાદું ભોજન ગ્રહણ કરવું. અત્યારે તેઓ આખા દિવસની દિનચર્યામાં ફકત 1 ભાખરી, 1 રોટલી, શ્રીખંડ, આઈસ્ક્રીમ, મગની દાળ આરોગે છે. સવિતાબાને મીઠી વાનગીઓમાં શ્રીખંડ, કાજુકતરી અને કોપરાપાક ભાવે છે. મીઠી વાનગીઓ ખાવા છતાંય તેમને ડાયાબિટીસ કે અન્ય કોઈપણ પ્રકારનો રોગ નખમાંય નથી. તેઓ આજે પણ દરરોજ સવારે વહેલા ઉઠીને પોતાનાથી બનતી બધીય કસરત કરે છે. અને વહેલા સુઈ જવાનો આગ્રહ રાખે છે. સવારના પહોરમાં એઓ ફકત અને ફકત ચા પીવે છે. દરરોજ નાના મોટા કોઈપણ કામમાં વ્યસ્ત રહેવું અને કસરત કરવી એ તેમનો જીવનમંત્ર બની ગયો છે. (New voters in elections)
ગાંધી બાપુએ શાબાશી આપી સવિતાબા તેમનો બાળપણનો એક કિસ્સો સંભળાવતાં આનંદિત થઇ ગયા અને કહ્યું કે, હું જયારે ભરૂચમાં ધોરણ 4માં ભણતી હતી, ત્યારે ગાંધીજી અમારી સ્કૂલની મૂલાકાતે આવ્યા હતા. ગાંધીજીએ મારી બાજુમાં બેસીને મને પૂછ્યું હતું કે, કેવા કપડાં પહેરવાં? તો મેં કીધું તું કે ખાદીના. ત્યારે તેઓએ ખુશ થઈને મારી પીઠ થાબડીને મને શાબાશી આપી હતી. બધાંએ મારા માટે તાળીઓ પાડી હતી. વધુમાં તેઓ જણાવે છે કે, આ પ્રસંગ પછી મારી બેનપણીઓ પણ કહેવા લાગી કે અમારો તો તારી આગળ કોઈ ક્લાસ નઈ. તને તો ગાંધી બાપુએ શાબાશી આપી. (Assembly Election Voters 2022)