વડોદરા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) ને સત્તાવાર જાહેર થવામાં હવે લાંબો સમય બાકી રહ્યો નથી. ત્યારે ગુજરાતની 182 વિધાનસભા બેઠક પર કોણ મતદારોને રીઝવીને ચૂંટણીનું મેદાન મારી લેશે તેની ગોઠવણોનો સમય આવી ગયો છે. ત્યારે વડોદરાની (147) કોંગ્રેસના દબદબાવાળી બેઠક કરજણ વિધાનસભા બેઠક (Karjan Assembly Seat )અંગેની ચૂંટણીલક્ષી જાણકારી આપના સુધી પહોંચાડી રહ્યાં છીએ.
કરજણ (147) વિધાનસભા ડેમોગ્રાફી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) ખુબજ નજીક આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ સમયે જાહેરનામું બહાર પાડી શકે છે. ત્યારે હાલમાં તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. જેમાં વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો પૈકી પાંચ બેઠકો શહેર અને પાંચ બેઠકો ગ્રામ્ય વિધાનસભા બેઠકો આવેલી છે. કરજણ વિધાનસભા બેઠક (Karjan Assembly Seat )પર અત્યાર સુધીમાં 9 વાર કોંગ્રેસ તો 3 વાર ભાજપે જીત મેળવી છે. એટલે કહી શકાય કે આ બેઠક પર સતત કોંગ્રેસનું પલડું ભારે છે. હાલમાં આ બેઠક પર 2017માં કોંગ્રેસમાંથી જીત મેળવનાર અક્ષય પટેલે ( Akshay Patel Seat ) કોંગ્રેસનો છેડો ફાડી ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2020માં ( Gujarat Assembly By Election 2020 ) ફરી ભાજપ તરફથી ચૂંટણી લડી વિજેતા થયા હતાં.
કરજણ બેઠકના મતદારોની સંખ્યા વડોદરા ગ્રામ્યની કરજણ વિધાનસભા બેઠક (Karjan Assembly Seat )પર કુલ 2,10,883 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,07,531 છે તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,03,341 નોંધાયા છે. આ બેઠક (Assembly seat of Karjan ) પર 246 જેટલા મતદાન મથકો છે અને આ બેઠકમાં કરજણ સિવાય શિનોર અને વડોદરા તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ કરવામાં આવે છે. આ બેઠકનો લોકસભા વિસ્તાર ભરૂચ લાગે છે.
કરજણ વિધાનસભા બેઠક જાતિ સમીકરણ વડોદરા કરજણ વિધાનસભા બેઠક (Karjan Assembly Seat )પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો ક્ષત્રિય, પાટીદાર અને લઘુમતી કોમના મતદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. અહીં અન્ય સમુદાયની વસ્તી પણ વસી રહી છે. કરજણ બેઠક ઉપર કોઈ જાતિવાદી પ્રશ્ન હાલમાં જોવા નથી મળી રહ્યો પરંતુ આ બેઠક પર ભાજપ 3 વાર જીત્યો છે અને 2020માં કોંગ્રેસમાંથી આવેલ અક્ષય પટેલ ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પર આ વખતે કોઈ ને કોઈ અપસેટ સર્જાઈ શકે છે. ભાજપ આ બેઠક પર કોંગ્રેસમાંથી છેડો ફાડનાર અક્ષય પટેલને ટિકિટ આપી શકે છે પરંતુ જો ભાજપ નો રીપીટની થીયરી અપનાવશે તો અક્ષય પટેલ ( Akshay Patel Seat )ની ટિકિટ કપાઈ શકે છે અને તેમના વિકલ્પમાં સતીષ પટેલ નિશાળીયાને ટિકિટ મળી શકે છે તેવી શક્યતાઓ સિવાય રહી છે. કોંગ્રેસ માટે હજુ પ્રબળ કોઈ દાવેદારનું નામ સામે આવ્યું નથી.