અમદાવાદગુજરાતમાં હાલ ચૂંટણીનો (Gujarat Assembly Election 2022 ) માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપનો ચૂંટણીની વ્યવસ્થાને લઇને પત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પત્રમાં ચૂંટણી વ્યવસ્થા માટે બધી સૂચના લખવામાં આવી છે. પરંતુ તમે 13 નંબરનો મુદ્દો ભાજપની પોલખૂલ્લો પાડી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. આ પત્રને લઇને કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોષી (Manish Doshi) ભાજપ પર પ્રહાર( Congress accused BJP) કર્યા છે.
કોંગ્રેસએ કર્યા ભાજપ પર આક્ષેપો, ચૂંટણીમાં ભાજપ સહારો લે છે બુટલેગરોનો ભાજપની પોલ મનીષ દોષી જણાવ્યું હતું કે,ભાજપની ચૂંટણીની વ્યવસ્થા માટે થઈને બધાને મોકલવામાં આવ્યો છે . આ પત્રમાં ચૂંટણી વ્યવસ્થા માટે બધી સૂચના લખવામાં આવી છે. પરંતુ 13 નંબરનો મુદ્દો ભાજપની પોલ ખૂલ્લો પાડી રહ્યો છે એવો મુદ્દો છે.
વિવાદાસ્પદ મુદ્દા ભાજપ દ્રારા જે પત્ર બહાર પાડવામાં આવ્યો તેમાં 13 નંબરનો મુદ્દો અત્યારે વિવાદાસ્પદ બન્યો છે. મુદ્દા નંબર 13 માં સ્પષ્ટપણે લખ્યું છે કે જે બુટલેગરો આપણી સાથે ના હોય તેવા બુટલેગરોની યાદી તાત્કાલિક ધોરણે તૈયાર કરો.)કોંગ્રેસે આ મુદ્દે ભાજપ પર પ્રહાર( Congress accused BJP) કરતાં કહ્યું હતું કે આના પરથી ચોખ્ખું દેખાય આવે છે કે ભાજપ મોટેભાગે અસામાજિક તત્વોનો સાથ લઈને ચૂંટણી જીતે છે. માનો કે કોઈ ભાજપ સાથે ના જોડાય તો તેમને કઈ રીતે સીધા કરવા તો એની આયોજન માટેની સૂચના પણ આ પત્રમાં દેખાઈ રહી છે. આ પત્ર જે બહાર આવ્યો છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી જીતવા માટે ભાજપ અસામાજિક તત્વોનો સંપૂર્ણ સહયોગ લે છે. ચૂંટણી જીત્યા બાદ સત્તામાં આવ્યા પછી અસામાજિક તત્વોને છૂટો દોર આપે છે.
ભાજપે આક્ષેપોને ખારીજકોંગ્રેસ દ્વારા પત્રને લઇને કરવામાં આવેલા ભાજપ પર આક્ષેપને ભાજપે આક્ષેપોને ખારીજ કરી દીધા હતા.ઉલ્લેખનિય છે કે વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) આવી રહી છે અને તે પહેલા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દરેક પક્ષ એક બિજા પર આક્ષેપો કરી રહ્યા છે. અને પ્રત્યાઘાત કરી રહ્યા છે.