ગુજરાત

gujarat

ETV Bharat / state

દિલુભા ચુડાસમાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા ભાજપે કર્યા બરતરફ - ધર્મેન્દ્રસિંહ વાઘેલા

દિલુભા ચુડાસમાને ભારતીય જનતા પાર્ટીએ બરતરફ (BJP suspended Dilubha Chudasama) કર્યા છે. કારણ કે, વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પ્રચારમાં દિલુભા ચુડાસમા જોડાયા હોય તેમ કહેવાય રહ્યું છે. (Gujarat Assembly Election 2022)

દિલુભા ચુડાસમાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા ભાજપે કર્યા બરતરફ
દિલુભા ચુડાસમાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા ભાજપે કર્યા બરતરફ

By

Published : Dec 7, 2022, 3:37 PM IST

વડોદરા :ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દિલુભા ચુડાસમાને ભારતીય જનતા પાર્ટીએ બરતરફ કર્યા છે. કારણ કે, વાઘોડિયા વિધાનસભા બેઠક પરના અપક્ષ ઉમેદવારી કરનાર દિલુભા પોતાનાં ભાણેજ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પ્રચારમાં (Dilubha Chudasma Promotion) જોડાયાં હતાં. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતાં કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે. તેવું વાત થઈ રહી છે કે, સેન્સની પ્રક્રિયા દરમિયાન પણ ધર્મેન્દ્રસિંહની તરફેણ કરી હતી. (BJP suspended Dilubha Chudasama)

શું હતો સમગ્ર મામલો વિધાનસભાની ચૂંટણીમાં 136 વાઘોડિયા વિધાનસભાની બેઠક (Vaghodia Assembly seat) પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષની ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે તેઓ પોતાના પ્રચાર પ્રસાર અર્થે ફરતા હતાં. તે સમયે દિલુભા ચુડાસમા પણ તેમનાં પ્રચારમાં જોડાયાં હતાં અને પ્રચાર કરતા હતા. જેના કારણે પક્ષે નોંધ લઈને તેઓને પક્ષ તરફથી બરતરફ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, વાઘોડિયા વિધાનસભામાં થઈ રહેલા ધર્મેન્દ્રસિંહના પ્રચારમાં તેઓ જોડાઈ ગયા હતા. દિલુભા ચુડાસમાની આ વાત ભાજપ પક્ષનાં ધ્યાને આવતા તેઓને 24 નવેમ્બર સુધીમાં આ બાબતનો ખુલાસો કરવાની નોટિસ પક્ષ તરીકે આપવામાં આવી હતી. પરંતુ તેઓએ કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો. જેના કારણે પાર્ટીએ લેખિતમાં ખુલાસો ન મળતા તાત્કાલિક ધોરણે બરતરફ કર્યા છે. (Gujarat Assembly Election 2022)

દિગ્ગજ ક્ષત્રિય નેતા તરીકે છાપ દિલુભા ચુડાસમા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય હતા. તેઓની ગણતરી દિગ્ગજ ક્ષત્રિય નેતા તરીકે થાય છે. હાલમાં જ્યારે વિધાનસભાની 2022ની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વડોદરા જિલ્લાના ત્રણ બેઠકો પૈકી વાઘોડિયા અને પાદરાના બેઠક ઉપર પૂર્વ ધારાસભ્યોએ બળવો કરીને પક્ષની સામે અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા છે. જયારે ડભોઇ બેઠક ઉપર પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલાર ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ ગયાં હતાં અને કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરી ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા છે હવે પરિણામ શું આવે છે તે જોવું રહ્યું. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details