ગુજરાત

gujarat

ETV Bharat / state

'યુનાઇટેડ વે ગરબા'ની આવક શંકાના દાયરામાં, GST વિભાગ કરી રહી છે તપાસ - GST વિભાગ દરોડા યુનાઇટેડ વે બરોડા

વડોદરાઃ GST વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને પગલે શહેરમાં ગરબા યોજતા આયોજકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. યુનાઇટેડ વે ગરબા આયોજકની ઓફિસે GST વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે ગરબા દરમિયાન ગ્રાહકો પાસેથી વધુ પડતી રકમ વસુલાઈ હશે, તો કાર્યવાહી કરવામાં આવશે.

GST વિભાગ દરોડા યુનાઇટેડ વે બરોડા

By

Published : Oct 14, 2019, 3:49 PM IST

નવરાત્રી દરમ્યાન વિશ્વ વિખ્યાત યુનાઇટેડ વે ગરબા આયોજક દ્વારા ટેક્ષની ચોરી કરી હોવાની આશંકાને પગલે તપાસ હાથ ધરાઈ. આવક અને જાવકનો હિસાબ જોવામાં આવશે. રવિવાર રજા હોવાથી કામગીરી પૂર્ણ કરવામાં આવી ન હતી, જોકે સોમવારે ફરી GST તપાસની કામગીરી હાથ ધરી હતી.

વિશ્વ વિખ્યાત ગરબા આયોજક યુનાઈટેડ વે GST વિભાગની ઝપેટમાં

વિશ્વ વિખ્યાત ગરબા આયોજક યુનાઈટેડ વે GST વિભાગની ઝપેટમાં આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો દ્વારા GSTની ચોરી કરી હોવાની શંકાને પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, યુનાટેડ વેની ઓફીસ ખાતે શનિવારથી તપાસ ચાલી રહી છે, પરંતુ બહુ મોટા હિસાબો હોવાથી અને કર્મચારીઓ હાજર ન હોવાથી આજે ફરી તપાસ કરવામા આવી રહી છે.

યુનાઇટેડ વે વિશ્વના સહુથી મોટા ગરબાનુ આયોજન કરે છે. જેમાં નવરાત્રી દરમિયાન ખૈલૈયાઓ પાસેથી મહિલાના 900 રૂપિયા અને પુરુષના 3500 રૂપિયા લેવામા આવે છે. નવ દિવસ દરમિયાન 50 હજાર ખૈલૈયાઓ ગરબા રમતા હોય છે. જેમાં વડોદરા શહેર જ નહીં પરંતુ દેશ વિદેશથી ખૈલૈયાઓ ગરબા રમવા માટે આવે છે.
નવરાત્રી આયોજનમાં ખૈલૈયા પાસ, ગાયકો ,કલા વૃદ, ફરાસખાના, ખાણીપીણી સ્ટોલનાં નાણાની આવકમાં GST ચોરી થઈ હોવાની શક્યતાને પગલે GST વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. યુનાઇટેડ વેની ઓફીસ ખાતે હિસાબોમા કંઈ ગડબડ ન થાય તે માટે SRPનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સોમવારે GST વિભાગે ફરી તપાસ આદરી છે.

ABOUT THE AUTHOR

...view details