વડોદરામાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામેલા દર્દીની કીડની અને લીવર 70 મિનીટમાં 111 કિલો મીટર કાપીને વડોદરા ટ્રાફિક પોલીસે અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં પહોંચતા કર્યા હતા. વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલમાંથી ઓર્ગન લઇને નીકળેલી એમ્બ્યુલન્સને માર્ગમાં કોઇ ટ્રાફિક અડચણરૂપ ન બને તે માટે ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો.
ખૂબ ઓછા સમયમાં કેવી રીતે વડોદરાથી અમદાવાદ સુધી કીડની અને લીવર મોકલાયુ? વાંચો આ અહેવાલ - વડોદરા ન્યુઝ
વડોદરાઃ શહેરમાં સારવાર દરમિયાન અવસાન પામેલા દર્દીની કીડની અને લીવર 70 મિનીટમાં 111 કિલો મીટરનું અંતર કાપીને ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ સિવીલમાં પહોંચાડાયા હતા.
એસ.એસ.જી હોસ્પિટલમાં એક વ્યક્તિને બ્રેઇન હેમરેજ થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન તેઓનું અવસાન થયું હતું. દર્દીનું અવસાન થતાં પરિવારજનોએ તેઓના ઓર્ગન કીડની, લીવર અને સ્વાદુ પીંડ દાન કરવાની ઇચ્છા તબીબો સમક્ષ વ્યક્ત કરી હતી. સયાજી હોસ્પિટલના તબીબોએ સમય વ્યતીત ન કરતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને ઓર્ગન અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં પહોંચાડવા માટે મદદની માગણી કરી હતી.
ગ્રીન કોરિડોર દ્વારા શહેરની દુમાડ ચોકડીથી ડોક્ટરો સાથે સજ્જ એમ્બ્યુલન્સમાં કીડની અને લીવર માત્ર 70 મિનીટમાં 111 કિલો મીટર અંતર કાપીને અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં પહોંચતા કર્યા હતા.