વડોદરા - લૉકડાઉન વચ્ચે સરકારનાં આદેશ મુજબ પોસ્ટ ઑફિસ દ્વારા નાણાની ચુકવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે.પોસ્ટ ઑફિસ એક એવી સરકારી સંસ્થા છે કે, જ્યાં ગરીબોથી લઈ શ્રીમંતો વિવિધ યોજનાઓનો લાભ લેતા હોય છે.
પોસ્ટ ઑફિસની કચેરી જી.પી.ઓ તથા એટીએમને ડીસ-ઈન્ફેકટ કરવામાં આવ્યા
પોસ્ટ ઓફિસના માધ્યમથી વિવિધ સરકારી યોજનાઓની ચુકવણી 1 સપ્તાહમાં કરી દેવાનાં કેન્દ્ર સરકારના આદેશ અનુસાર કોરોનાને ધ્યાને લઈ વડોદરાની રાવપુરા જી.પી.ઓ મુખ્ય પોસ્ટ ઑફિસની કચેરી તથા પોસ્ટ ઑફિસના એ.ટી.એમ.ને ડીસ-ઈન્ફેકટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જી.પી.ઓ તથા એટીએમને ડીસ-ઈન્ફેકટ કરવામાં આવ્યા
તમામ પેંન્શનર્સ, પોસ્ટ ઑફિસના કર્મચારીઓ, વિધવા સહાય સહિતની યોજનાઓના નાણા ચૂકવવાનો પ્રારંભ કરવામાં આવશે અને 1 સપ્તાહમાં તમામ ચુકવણી કરી દેવાનો આદેશ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઑફિસની કચેરી જી.પી.ઓ તથા પોસ્ટ ઑફિસના એટીએમને ડીસ-ઈન્ફેકટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.