વડોદરા વડોદરા શહેરની મધ્યમાં આવેલું સૂરસાગર તળાવ સૌ કોઇનું આર્કષણનું કેન્દ્ર છે. જ્યારે તેની મધ્યમાં આવેલી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનું કામ ચાલી રહ્યુ હતું. પહેલા તળાવને સ્વચ્છ કરવાનું કામ કરાયું હતુ. બાદમાં ફાઉન્ડેશન અને સત્યમ, શિવમ, સુંદરમ ગ્રુપ દ્વારા આ શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવાનો સંકલ્ય લેવાયો હતો. જે કામ હવે પૂર્ણ થઇ ચૂક્યું છે. ત્યારે સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવના અલૌકિક દર્શન મહાશિવરાત્રિએ કરી શકાશે.
મહાશિવરાત્રિ દિવસે ખુલ્લી મુકાશે :ધારાસભ્ય યોગેશ પટેલના નેતૃત્વમાં શિવજીની પ્રતિમાને સુવર્ણ જડિત કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. હવે આ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ થઇ ગઇ છે. 111 ફુટની આ શિવજીની પ્રતિમાને સોનાથી મઢી દેવામાં આવી છે. જેના કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. હવે જે નીચેના ભાગે આવેલા પીલરમાં પથ્થર લગાવવાનું કામ ચાલી રહ્યુ છે. આવતા મહિને મહાશિવરાત્રિના દિવસે શિવ પરિવાર નગરયાત્રાએ નિકળશે. ત્યારે આ યાત્રા સૂરસાગર તળાવે પહોંચે છે ત્યારે અહીં મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે વડોદરાવાસીઓ આ સુવર્ણજડિત પ્રતિમાના દર્શન કરી શકશે. અને મહાશિવરાત્રિના મહાપર્વના દિવસે લોકોની સમક્ષ ખુલ્લી મૂકવામાં આવશે.
આ પણ વાંચો સુરસાગર તળાવમાં બોટિંગ ફરી શરૂ, મેયર અને પદાધિકારીઓએ મઝા માણી
કરોડોના ખર્ચે સુવર્ણજડિત : શહેરના મધ્યમા આવેલ સૂરસાગરમાં શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત પ્રતિમા બનાવવા માટેનું સોનાનું આવરણ ચડાવવાનું કાર્ય કોરોનાકાળથી શરૂ કરાયું હતું. જેમાં 7.50 કરોડ રૂપિયાનું 16 કિલો જેટલું સોનું ચઢાવવામાં આવ્યુ છે. આ નયનરમ્ય પ્રતિમાનાં દર્શન મહાશિવરાત્રિએ કરી શકાશે. હાલમાં આ સૂરસાગરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જેથી પ્રવસીઓ આ સૂરસાગરમાં બોટિંગ કરી ભરપૂર આનંદ લઈ શકે. આ પ્રતિમાનું લોકાર્પણ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદી પણ વારંવાર ઉલ્લેખ કરે છે:અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે વડોદરામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સૂરસાગરમાં આવેલ શિવજી પ્રતિમાનો ઉલ્લેખ કર્યો હતો અને કામગીરી ક્યાં પહોંચી તેની નોંધ પણ લીધી હતી. એટલું જ નહીં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ પ્રતિમા તૈયાર થઇ જશે પછી હું દર્શન કરવા માટે ચોક્કસ આવીશ.
આ પણ વાંચો Sparsh Mahotsav Ahmedabad : સ્પર્શ મહોત્સવમાં તૈયાર કરવામાં આવી ગિરનાર પર્વતની રેપ્લિકા
દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે મુખ્યપ્રધાનની હાજરી: વડોદરાશહેરના મધ્યમાં આવેલા સર્વેશ્વર મહાદેવની આ પ્રતિમા સુવર્ણ જડિત થઈ છે. ત્યારે આજદિન સુધી મહાશિવરાત્રિના મહાપર્વના દિવસે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અવશ્ય ત્યાં ઉપસ્થિત રહી અને મહાઆરતીનો લહાવો લેતા હોય છે. આ વખતે મહાશિવરાત્રિનો દિવસ ખૂબ જ મહત્વનો બની રહેશે.