ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના રતનપુર પાટિયા પાસે અકસ્માત થતા રેસક્યૂ ઑપરેશન કરાયું - વડોદરા

વડોદરાના રતનપુર પાટિયા (Vadodara Ratanpur Accident) પાસે અકસ્માત થતા દોડધામ મચી ગઈ હતી. વડોદરાના ફાયરિ વિભાગે ઘટના સ્થળે આવીને જીવ બચાવવા માટે એક રેસક્યૂ ઑપરેશન શરૂ કર્યું હતું.

Etv Bharatવડોદરાના રતનપુર પાટિયા પાસે અકસ્માત થતા રેસક્યૂ ઑપરેશન કરાયું
Etv Bharatવડોદરાના રતનપુર પાટિયા પાસે અકસ્માત થતા રેસક્યૂ ઑપરેશન કરાયું

By

Published : Jan 9, 2023, 7:52 PM IST

વડોદરાઃએક કપચી ભરેલા ડમ્પર અને લોખંડના સળિયા ભરેલા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વાહન ચાલક ગંભીર રીતે ફસાયા હતા. જે ઘટના અંગે વડોદરા ફાયરને કોલ મળતાની સાથે જ વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ એ એક કલાકની જહેમત બાદ બચાવી લીધા હતા. આ કામગીરીમાં વડોદરા પાણીગેટ ફાયર અને ગાજરાવાડી ફાયર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ તંત્ર વિદ્યાના ચક્કરમાં માતાએ પોતાના 4 મહિનાના બાળકનું બલિદાન આપ્યું

ટ્રાફિક જામઃ આ અકસ્માતને લઈ 2 કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી અને ફસાયેલ વાહન ચાલકને ફાયરના લાસ્કરોએ ભારે જહમત બાદ બહાર કાઢી નાની મોટી ઇજાઓ હોઇ તેઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પાણીગેટ ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે આ અકસ્માત અંગે કંટ્રોલમાં કોલ મળતાની સાથે જ પાણીગેટ અને ગાજરાવાળી ફાયરની બે ટીમો ઘટના સ્થળે પહોંચી અને ફસાયેલ વાહનચાલકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે આ બનાવમાં એક પણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી.

ABOUT THE AUTHOR

...view details