જિલ્લા આરોગ્ય તંત્રની સૂચના બાદ સાવલી આરોગ્ય તંત્ર સતર્ક થયું છે.નગરમાં વઘી રહેલાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે તળાવોમાં ગપ્પી માછલી છોડવામં આવી છે. ડભોઈમાં આવેલાં ગપ્પી માછલીના ઉછેર કેન્દ્રથી પાણીના કન્ટેનરમાં માછલી લાવીને શહેરના તળાવોમાં છોડવામાં આવી છે.
સાવલીમાં રોગચાળો નાથવા તળાવમાં ગપ્પી માછલી છોડાઈ - gappi fish
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકામાં વરસાદ બાદ ગંભીર રોગચાળા ફાટી નીકળ્યો છે. લોકો મચ્છરજન્ય રોગોથી પીડાઈ રહ્યાં છે. દિવસેને દિવસે મલેરિયા અને ડેન્ગ્યુ કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી તંત્ર દ્વારા આરોગ્યલક્ષી પગલાં હાથ ધરવામાં આવ્યાં છે. જે અંતર્ગત મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે તળાવોમાં ગપ્પી માછલી છોડવામાં આવી છે.
સાવલીમાં રોગચાળો નાથવા તળાવમાં ગપ્પી માછલી છોડાઈ
ઉલ્લેખનીય છે કે, વરસાદ બાદ રાજ્યભરમાં મલેરિયા અને ડેન્ગ્યુ જેવા ગંભીર ફેલાઈ રહ્યાં છે. જેથી આરોગ્ય તંત્ર રોગચાળાને નાથવા ગપ્પી માછલીના ઉપયોગ કરી રહ્યું છે.