- વડોદરા ગેંગરેપ બાદ આપઘાત મામલો
- 25 દિવસ વીતવા છતાં આરોપીઓ પોલીસ પકડ થી દૂર
- ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવી બેથી ત્રણ દિવસમાં જ ડિટેક્શન થવાનું આશ્વાસન
વડોદરાઃ વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. રેલવે પોલીસની(railway police in gujarat) ટીમે યુવતીની તપાસ કરતાં તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી. જેમાં આત્મહત્યાના 2 દિવસ પૂર્વે વડોદરામાં રિક્ષામાં સવાર બે યુવકે તેનું અપહરણ(Kidnapping case IN Gujarat) કર્યું હોવાની વિગતો સામે આવી હતી. જે બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં(vaccine ground in vadodara) સાંજના સમયે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ(Rape Case in gujarat) આચર્યું હોવાનું લખાણ મળી આવ્યું હતું. જેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.અને તપાસનો રેલો વડોદરા સુધી પહોંચ્યો હતો.
આરોપીઓને પકડવા માટે પોલીસને કોઈ કળી મળી નથી
આ ઉપરાંત મૃતક યુવતી વડોદરામાં Oasisસંસ્થામાં નોકરી કરતી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ વડોદરા પોલીસ પણ તપાસમાં(mischief crime in gujarat) જોડાઈ હતી. તો આ સમગ્ર મામલે વલસાડ રેલવે પોલીસમાં દુષ્કર્મ અને આત્મહત્યા અંગેની ફરિયાદ(mischief crime in gujarat) નોંધાઇ હતી. આ કેસની ગંભીરતાને લઈને આરોપીઓને પકડવા વલસાડ રેલવે પોલીસ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો જોડાઈ હતી. જોકે, આરોપીઓને પકડવા માટે પોલીસને કોઈ કળી(criminal mischief crime) મળતી નથી.
પોલીસે સંખ્યાબંધ લોકોના નિવેદન નોંધ્યા
પરંતુ પોલીસે અત્યાર સુધી Oasisસંસ્થાના ટ્રસ્ટીઓ સહિત સંખ્યાબંધ લોકોના નિવેદન નોંધ્યા છે. તો પોલીસે પીડિતા સાથે સંપર્ક ધરાવનારા તેના મિત્રો સહિતના 11 લોકોના મોબાઇલ પોલીસે કબજે કરી FSLમાં(Forensic Science Laboratory Division) મોકલ્યા હતા, જેમાંથી 5 ફોનનો ડેટા મળી ગયો છે અને આ ડેટાનો હાલ અભ્યાસ કરાઇ રહ્યો છે. 5 મોબાઇલ ફોનના ડેટાના આધારે પોલીસને ઘણી ચોંકાવનારી માહિતી મળી શકે તેવી સંભાવનાઓ જણાય રહી છે.