- બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીની આજે અંતિમ સંસ્કાર
- હરિપ્રસાદ સ્વામીજીની અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિ પાંચ પંડિતો દ્વારા કરાશે
- સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરાશે
વડોદરા :હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થયા છે. આજે 1 ઓગષ્ટના રોજ મંદિર પરિસરમાં જ લીમડા વન ખાતે સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં જણાવ્યા અનુસાર, અંતિમ સંસ્કાર વિધિ કરાવામાં આવશે.
અંતિમ સંસ્કાર વિધિમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે
આ પ્રસંગે માત્ર સંતો અને અગ્રણીઓ જ હાજર રહેશે. હરિભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હરિભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે. અંતિમ સંસ્કાર વિધિમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. આ સમગ્ર મામલે ગુરૂપ્રસાદ સ્વામીજીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 1 ઓગષ્ટના રોજ સવારથી જ અંત્યેષ્ટી માટેની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરી દેવાશે.
આ પણ વાંચો : કુંવરજી બાવળિયા વડોદરાના હરિધામના સોખડા ખાતે પહોંચ્યા
સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરાશે
અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરવામાં આવશે. જેમાં રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ.વજુભાઈ ત્રિવેદીના પૌત્ર કૌશિકભાઈ ત્રિવેદી મુખ્ય પુરોહિત રહેશે. ગુરૂપ્રસાદ સ્વામીજીએ વધુમાં જણાવ્યું હતું કે, અંત્યેષ્ટી સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે. ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુ ભગવાનના પ્રતિનિધિ રૂપ શાલિગ્રામજીની પૂજા કરાશે. સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે.