વડોદરા: અમદાવાદ હાઈકોર્ટને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેમાં અમદાવાદ, નડિયાદ, આણંદ અને વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બાબતની ગંભીર નોંધ લેતા અમદાવાદ કોર્ટે વડોદરા પોલીસને જાણ કરી હતી. વડોદરા પોલીસ કન્ટ્રોલ રૂમે સ્થાનિક પોલીસ, SOG તેમજ બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડને જાણ કરી હતી. ધમકી પત્રની ગંભીરતા જોતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં.
વડોદરા સહિત રાજ્યની ચાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો પત્ર મળ્યો - Dog Squared
વડોદરા સહિત રાજ્યની ચાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળતાં વડોદરા પોલીસ વિભાગ દ્વારા કોર્ટમાં બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જો કે કોઈ જ વાંધાજનક વસ્તુ મળી નહોતી.
વડોદરા કોર્ટ
મોડી રાત સુધી બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડે સમગ્ર કોર્ટ પરિસરમાં ચેકિંગ કર્યું હતું. પરંતુ કોઈ જ વાંધાજનક વસ્તુ મળી નહોતી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે પોલીસે શુક્રવારે સવારે પણ કોર્ટ પરિસરમાં ફરીથી ચેકિંગ હાથ ધર્યું હતું.