વડોદરાઃ જિલ્લાના પાદરામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ આવતા વહીવટીતંત્રમાં દોડધામ મચી છે. પાદરમાં દરજી સોસાયટી અને નવાપુરા તેમજ રાણાવાસ વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવ્યા છે.
પાદરામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ આવતા વહીવટીતંત્રમાં દોડધામ જો વાત કરીએ તો પાદરાના દરજી સોસાયટીમાં એક દંપતીને કોરોના પોઝિટિવ આવ્યો હતો, તથા નવાપુરામાં એક વ્યક્તિને તેમજ એક વ્યક્તિ રાણા વાસ મળી રવિવારે કુલ 4 કેસ કોરોના પોઝિટિવ આવતા, ચકચાર મચી હતી. જે બાદ પાદરા આરોગ્ય વિભાગ અને પાદરા નગર પાલિકા પણ દોડી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં 6 કેસ કોરોના પોઝિટિવ આવતા વહીવટીતંત્રની ચિંતામાં વધારો થયો હતો. આરોગ્ય વિભાગ અને પાદરા નગર પાલિકાનો સ્ટાફ દરજી દ્વારકાધીશ સોસાયટીમાં આવી પહોંચ્યો હતો અને સેનેટાઈઝ કરવાની કામગીરી પાદરા નગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી.
પાદરા મામલતદાર સહિત વડોદરા SDM પણ સ્થળે દોડી આવ્યા હતા અને કોરોનાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.