માટી ધસી પડતા કામ કરી રહેલા ચાર શ્રમજીવી દટાયા વડોદરા:શહેરના ચકલી સર્કલ પાસે નિર્માણધીન બિલ્ડીંગની સાઇટ પર માટી ધસી આવતા ચાર શ્રમિકો દટાયા હતા. ઘટનામાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે માટી ઘસી પડતા ચાર શ્રમિકો દટાયા હોવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનાના પગલે ફાયર લાશ્કરોની ચાર ટીમ ઘટના સ્થળે દોડી આવી માટી નીચે દબાઈ ગયેલ મજૂરોને સહીસલામત બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશનમાં હાથ ધર્યું હતું.
દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ 'ફાયરને કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક ધોરણે ત્રણ શ્રમજીવી દબાયાની વિગતો સામે આવી હતી. જેમાંથી બે શ્રમજીવીને તાત્કાલિક ધોરણે બહાર કાઢી દેવામાં આવ્યા હતા. પરંતુ એક શ્રમ જેવી 2 કલાલની ભારે જહેમત બાદ બહાર કઢાવ્યો હતો. આ કામગીરીમાં 30 ફાયર કર્મચારીઓ જોડાયા હતા.જેમાં ફાયર વિભાગની દાંડિયાબજાર, જીઆઇડીસી, વડીવાડી ફાયરની ટીમો કામે લાગી હતી. બે કલાકથી વધુની ભારેજહેમત બાદ એક શ્રમ શ્રમજીવીને બહાર કઢાવ્યો હતો. જે બેભાન અવસ્થામાં હતો જેનું નામ રમેશ રામાભાઈ ભીલ છે. જેઓ અંદાજિત 30 થી 35 વર્ષના હતા. આ વ્યક્તિનું આ ઘટનામાં મોત નિપજ્યું છે.'-અમિત ચૌધરી, ફાયર ઓફિસર
બહાર કાઢવાની કામગીરી:પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ચકલી સર્કલથી નટુભાઇ સર્કલ તરફ જવાના રસ્તે નિર્માણધીન થઇ રહેલ બિલ્ડીંગની સાઇટ પર બાંધકામની કામગીરી દરમિયાન માટી ઘસી પડતા કામ કરી રહેલ ચાર મજૂરો માટીમાં દટાયા હતા. ફાયર વિભાગને ઘટના અંગે જાણ કરવામાં આવતા વડીવાડી ફાયર સ્ટેશનના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દોરડા વડે સાઇટમાં ઉતરીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઘટના સ્થળે ફાયર-પોલીસ:આ ઘટનાને લઈ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ચાલી રહેલ કામગીરી પર નજર રાખી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ કામગીરી ઝડપી કરવા ફાયરના જવાનોએ પાવડા લઇને ધીરે ધીરે માટી ખોદીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનામાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગેની જાણ પોલીસને થતા ગોત્રી પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રેસ્ક્યૂની કામગીરીમાં જોડાયો હતો
- Ahmedabad Corporation: સ્માર્ટસિટી કે ભુવા નગરી? 40થી વધારે વિસ્તારમાં જમીન બેસી ગઈ
- Vadodara News : આજવા રોડ પર ટેમ્પો ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે મોત, એક્ટિવા ચાલકનો આબાદ બચાવ