વડોદરા: વડોદરા પાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11ના ભાજપના સિનિયર કાઉન્સિલર અને કાર્યકરોમાં કાકાના હુલામણા નામે જાણીતા અરવિંદ પટેલનું અવસાન થયું છે. અરવિંદ પટેલ યુવાનોને શરમાવે તેવો જુસ્સો ધરાવતા હતા. આ જ વોર્ડના તત્કાલીન મહિલા કાઉન્સિલર મમતા કાલેનું ચાલુ બોર્ડમાં જ અવસાન થતાં પેટા ચૂંટણી યોજાઈ હતી. એક જ વોર્ડના બીજા કાઉન્સિલરનું અવસાન થયાની જવલ્લે બનતી ઘટના ઘટી હતી.
વડોદરા શહેર પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અરવિંદ પટેલનું અવસાન થયું - Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11ના ભાજપના સિનિયર કાઉન્સિલર અને કાર્યકરોમાં કાકાના હુલામણા નામે જાણીતા અરવિંદ પટેલનું અવસાન થયું છે.
ડિસેમ્બર 2015થી બનેલા પાલિકાના વર્તમાન બોર્ડમાં પૂર્વ ડેપ્યુટી મેયર મમતા કાલે કોંગ્રેસી કાઉન્સિલર જીતુ ઠાકોર, ભાજપના મોહન વસાવાનું નિધન થયું હતું. તેમાં પણ મોહન વસાવાનું અવસાન લોકડાઉનના અમલ પહેલા જ થયું હતું.
વોર્ડ નંબર 5માં મોહન વસાવાના અવસાન બાદ ખાલી પડેલી બેઠકની ફરીથી ચૂંટણી કરાઇ નથી. કોરોના વોરિયર્સ તરીકે શહેરમાં હોર્ડિંગ લગાવનારા અરવિંદ પટેલની તબિયત લથડતાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમનું મોડી રાત્રે હૃદય રોગનો હુમલો આવતા અવસાન થયું હતું.