વડોદરાઃ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને બરોડા ક્રિકેટ એસોસીયેશનની(Baroda Cricket Association)રણજી ટીમના મેન્ટોર બનાવવામાં આવ્યા છે. BCAની એપેક્ષ કમિટિમાં આ અંગેનો નિર્ણય( BCA Ranji team)લેવાયો હતો. બીસીએના જોઇન્ટ સેક્રેટરી પરાગ પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં મળેલી એપેક્ષ કમિટિની બેઠકમાં આ અંગે ચર્ચા કરાઈ હતી અને સર્વાનુમતે યુસુફ પઠાણની(Yusuf Pathan)નિયુકતી પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
આ પણ વાંચોઃયુસુફ પઠાણે ધોની અને યુવરાજ માટે આ શબ્દોનો ઉપયોગ...
નિયુકતી પર મંજૂરીની મહોર મારવામાં આવી -નોંધનીય છે કે યુસુફ પઠાણ તેમના સમયમાં તોફાની બેટિંગ માટે જાણીતા હતા. યુસુફ અને તેમના લઘુબંધુ ઇરફાન પઠાણ ટી-20 જીતનાર ભારતીય ટીમના સભ્યો હતા. યુસુફ પઠાણ 100 જેટલી રણજીટ્રોફી મેચો રમ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન રોયલ અને કોલકતા નાઇટ રાઇડર્સ ટીમ વતી તેઓ આઇપીએલ સ્પર્ધામાં પણ રમ્યા હતા.