વડોદરાઃ ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21,000 કરોડથી વધુના વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિતિમાં રંગારંગ કાર્યક્રમ, વિદેશી વિદ્યાર્થીઓ, વિવિધ સમાજની મહિલાઓ, મહાનુભાવોની ઉપસ્થિત જોવા મળ્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (Maharaja Sayajirao University) ખાતે વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા 120 વિદ્યાર્થીઓ પણ મોદીના નારા (Foreign Students)સાથે જાહેર સભામાં જોડાયા હતા.
વિદેશી વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર -વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM Modi Visit Vadodara)આજવા લેપ્રસિ મેદાનના ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા. તમામ વિદ્યાર્થીઓ વિવિધ દેશોના અલગ અલગ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે 40 દેશોના 120 જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે વિદેશી વિદ્યાર્થીઓ ખુબજ ઉત્સાહી છે. તેમનું ભાષણ સાંભળવા ખાસ ઉપસ્થિતિ રહ્યા છીએ તેવું જણાવ્યું હતું. વડાપ્રધાનને વિદેશી વિદ્યાર્થીઓનું વિશેષ ધ્યાન રાખ્યું છે સાથે સરળતાથી વિદ્યાર્થીઓ ભણી શકે તે માટે ખાસ રાહત આપી છે. અમે વડાપ્રધાન ના આભારી છીએ તેવું જણાવ્યું હતું.