વડોદરા રાજ્યભરના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી (Farmers organic farming) અંગે જાગૃત થઈ રહ્યા છે. મોટા ભાગના ખેડૂતોએ તો પ્રાકૃતિક ખેતી શરૂ પણ કરી દીધી છે. ત્યારે વડોદરામાં કરજણ તાલુકાના આલમપુરા ગામમાં ફાર્મ હાઉસના માલિક કમલેશ પટેલે એક નેટ હાઉસ (Net House at Alampura village) તૈયાર કર્યું છે. હાલમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ ખૂબ જ વધ્યું છે. આ ખેતીથી નહીવત ખર્ચમાં ઉત્પાદન વધુ અને સ્વચ્છ થાય છે. આ નેટ હાઉસને કરજણ- શિનોરના ધારાસભ્ય અક્ષય ભાઈ પટેલના વરદ હસ્તે ખૂલ્લું મુક્યુ હતુ.
રાસાયણિક ખાતરોના ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છેહાલ પેચ્યુરાઈઝ્ડ અને રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગને લઈને ખેતીની ફળદ્રુપ જમીન પણ હવે ધીમે ધીમે બગડવા લાગી છે. તેમ જ આનાથી ઉત્પાદિત ખેતપેદાશો પણ માનવ શરીર માટે જોખમી બની છે. આ ઉપરાંત રાસાયણિક ખાતર અને પેચ્યુરાઈઝ્ડના વધુ પડતા ઉપયોગને લઈને પર્યાવરણને પણ નુકસાન થવા જઈ રહ્યું છે. ત્યારે હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વધુ વળી રહ્યા છે. આમાં કરજણ તાલુકાના આલમપુરા ગામના ખેડૂત કમલેશભાઈ પટેલ દ્વારા આજરોજ પ્રાકૃતિક ખેતી (Farmers organic farming) માટેનું નેટ હાઉસ (Net House at Alampura village) બનાવવામાં આવ્યું છે.